ભાજપમાં દુકાળમાં અધિકમાસ જેવી સ્થિતિ, કાર્યકરોનો ફંડ માટેનો ટાર્ગેટ ‘ફિક્સ’
ભાજપે ધારાસભ્યને શીરે રૂ.૫ લાખ, કોર્પોરેટરો મળી એક વોર્ડ દીઠ રૂ.૩.૫ લાખ એકત્રિત કરવાની સૂચનાથી ભારે કચવાટ.સમર્પણ નિધિમાં પ્રત્યેક બુથમાં બે કાર્યકર દીઠ એક હજારની રકમથી સંગઠન ચલાવવા પક્ષ ફંડ એકત્રિત કરશે
Trending Photos
કિંજલ મિશ્રા/અમદાવાદ: લોકસભા ચૂંટણી ૨૦૧૯ માટે કોંગ્રેસ અને ભાજપ દ્વારા પોતાના કાર્યકરોના માધ્યમથી ફંડ એકત્રિત કરવાની શરૂઆત કરી છે. કોંગ્રેસ વિરોધપક્ષમાં હોવાથી એના કાર્યકરોને વિશેષ પરિશ્રમ કરવો પડી રહ્યો છે. પરંતુ શાસક પક્ષ ભાજપના કાર્યકરોને પણ ભગિરથ પ્રયાસ કરવો તેવી પરિસ્થિતિ ઊભી થઇ છે. એનુ કારણ ફંડ માટેનો ટાર્ગેટ છે અને એના લીધે ભાજપના કાર્યકરોમાં ભારે કચવાટની લાગણી પેદા થઇ છે.
રોકડ અથવા નમો એપથી આપી શકાશે ફંડ
ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ દ્વારા ‘નમો એપ’ના માધ્યમથી રૂ.2000 સુધીના ફંડને ડોનેટ કરવા માટે અપીલ કરવામાં આવી હતી. અલબત્તા આ ડોનેશનમાં ભાજપના કાર્યકરો ઉપરાંત શુભેચ્છકો, સમર્થકો સહિત સમાજ જીવનના કોઇપણ વર્ગમાંથી કોઇપણ વ્યક્તિ રૂ.2૦૦૦ સુધીની રકમ રોકડ કે નમો એપના માધ્યમથી આપી શકે તેના માટે ઝુંબેશ ચલાવાઇ હતી. લોકશાહી વ્યવસ્થામાં જનતાની સરકાર જનતા દ્વારા અને જનતા વડે ચૂંટાય એમાં પારદર્શકતા લાવવા માટે ચૂંટણી ફંડની પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા ચૂંટણી પંચ સહિત સિવિલ સોસાયટી દ્વારા અનેક વખત પ્રયાસો થયા છે.
પ્રત્યેક વિધાનસભા દીઠ 5થી10 લાખનો ટાર્ગેટ
પરંતુ તેમાં ધારી સફળતા મળી નથી. આને લીધે ચૂંટણી ફંડ કેટલાક અંશે રાજકારણ પર હાવી બનતુ રહ્યું છે. છેલ્લા સાડા ચાર વર્ષથી ભાજપ કેન્દ્રમાં સત્તા સ્થાને છે ત્યારે ચૂંટણી ફંડના જાહેર થયેલા તાજા આંકડામાં કોંગ્રેસ સહિત અન્ય પક્ષોની સરખામણીમાં શાસક પક્ષને વિવિધ સોર્સમાંથી ફંડ વધારે મળ્યું હોવાના આંકડા છે. એ જ રીતે રોકડ સ્વરૂપે મળતા ફંડની રકમમાં પણ અન્ય પક્ષોની સ્થિતિએ વધારે રકમ મળી છે. હવે ભાજપ દ્વારા ચૂંટણીને અનુલક્ષી બે સમાંતર કાર્યક્રમ શરૂ કરાયા છે, તેમ કહી પક્ષના જાણકાર સૂત્રો કહે છે કે, પ્રત્યેક વિધાનસભા દીઠ રૂ. 5 થી 10 લાખનું ચૂંટણી ફંડ એકત્રિત કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે.
જયંતી ભાનુશાળી હત્યા કેસ: ગુજરાત ATSએ કરી બે આરોપીની ધરપકડ
ધારાસભ્યને 10 તો કાઉન્સીલરને 3.5 લાખનો ટાર્ગેટ
સક્ષમ ધારાસભ્યોના શીરે રૂ.૧૦ લાખ સુધીનો ટાર્ગેટ પણ આપવામાં આવ્યો છે જ્યારે સરેરાશ રૂ.5 લાખ વિધાનસભા દીઠ નિયત કરાયા છે. આ ઉપરાંત કાઉન્સિલરો અને વોર્ડ સંગઠન મળીને રૂ.3.5 લાખ પ્રત્યેક વોર્ડમાંથી ભેગા કરવાના રહેશે. સાંસદોને કેવા પ્રકારે જવાબદારી સોંપાઇ છે તેની વિગત જાણવા મળી નથી. પરંતુ આ ટાર્ગેટના કારણે અનેક આર્થિક રીતે નબળાં અને જેને સંગઠન કે ધારાસભ્ય સાથે બનતુ નથી એવા કાઉન્સિલરોની હાલત વધારે ખરાબ થઇ છે. કાઉન્સિલરોના શીરે રૂ.50 હજાર સુધીનો ટાર્ગેટ રખાયો છે.
સ્વાઈન ફ્લૂનો કહેર: સારવાર લઇ રહેલા વધુ ત્રણના મોત, આરોગ્ય વિભાગ થયું સતર્ક
ફંડ ઉધરાવા જતા કાર્યકર્તાઓમાં કચવાટ
સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, ભાજપની સરકાર કે સ્થાનિક સંસ્થાઓમાં સત્તા પર છે, પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓના કામ જ થતાં ન હોય અથવા તો સ્થાનિક વોર્ડમાં કામો મંજૂર કરવામાં પોતાના સૂચનો પણ ધ્યાને લેવાતા ન હોય એવા સમયે તેઓ આ ટાર્ગેટ કેવી રીતે પૂરો કરી શકશે એ સવાલ છે. આ નિધિમાં પ્રમુખ જીતુ વાઘાણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે રૂ.1,૦૦૦નો ફાળો નમો એપના માધ્યમથી સુપરત કર્યો હતો. એ જ રીતે પ્રત્યેક બુથમાં સરેરાશ બે કાર્યકરો પ્રત્યેક આટલી રકમ આપે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 2017ની ચૂંટણી પૂર્વે જ ભાજપે ફંડ એકત્રિત કર્યું છે ત્યારે હવે નવેસરથી ફંડ ઉઘરાવવા જવામાં કાર્યકરોમાં ભારે કચવાટ પ્રવર્તી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે