Heavy Rain Vadodara: રાજ્યમાં ડિપ ડિપ્રેશનના કારણે અનેક વિસ્તારોમાં વરસાદે ભૂક્કા કાઢી નાંખ્યા છે, જેમાંથી એક વડોદરા પણ છે. હાલ શહેરની હાલત એટલી ખરાબ છે કે લોકોને ભરપેટ જમવા પણ મળી રહ્યું નથી. ફૂડ પેકેડ પર લોકો જીવી રહ્યા છે. જેના કારણે વડોદરા શહેરમાં સ્કૂલ-કોલેજોમાં 1 સપ્ટેમ્બર સુધી રજા જાહેર કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા કલેક્ટરે જણાવ્યું છે કે વડોદરા જિલ્લામાં પડેલા અતિભારે વરસાદ અને ભારે વરસાદની આગાહી અને વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં થયેલા વધારાના કારણે 27/08/2024થી 29/08/2024 સુધી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. તે રજાઓ તારીખ 1/09/2024 સુધી લંબાવવામાં આવી છે. તારીખ 02/09/2024થી અન્ય કોઈ સૂચના ના મળે તે સંજોગોમાં શાળાઓ રાબેતા મુજબ ચાલુ રાખવા જણાવ્યું છે.



વડોદરા શહેર જળબંબાકાર બની ગયું છે અને શહેરના મોટાભાગના વિસ્તારો પાણી ભરાયા છે, વડોદરા કલેક્ટર દ્વારા 1 સપ્ટેમ્બર સુધી સ્થિતિને ધ્યાનમાં રાખી વડોદરાની તમામ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે વડોદરાનું તંત્ર દોડતુ થઇ ગયુ છે. વિવિધ વિસ્તારોમાં ભરાયેલ પાણીના કારણે વાહનવ્યવહાર ઠપ થયો છે. વિદ્યાર્થીઓને વધારે મુશ્કેલી ન થાય તેને લઇ વિવિધ જિલ્લાઓના કલેક્ટરો દ્વારા રજાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. સતત વરસાદથી જિલ્લાના અનેક ગામ અને શહેર પ્રભાવિત થયા હતા. જેમાં મોટા ભાગના વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાઇ જતા સ્થિતી કથળી હતી.


ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ડિપ ડિપ્રેશનના કારણે અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આવતીકાલે આ સિસ્ટમ અરબી સમુદ્રમાં ખસી જશે. અરબી સમુદ્ર ખસી આ સિસ્ટમ ચક્રવાત બની શકે છે. જેના કારણે 100 કિ.મીથી વધુ ઝડપે પવન ફુંકાવવાની શક્યતા રહેલી છે. કચ્છના ભાગોમાં 60થી 65 કિ.મી ઝડપી પવન ફૂંકાશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે પવન ફૂકાઇ શકે છે. ગુજરાતના કેટલાક ભાગોમાં 35થી 40 કિમી ઝડપે પવન ફૂકાઇ શકે છે.