અમદાવાદ : ઉંચી બ્રાન્ડનો દારૂ હોમ ડિલિવરી કરતો આધુનિક બુટલેગર ઝડપાયો
શહેરમાં સોલા, થલતેજ અને આસપાસના પોશ વિસ્તારમાં ઉંચી બ્રાન્ડનાં મોંઘા દારૂની હોમ ડિલિવરી કરતા બુટલેગરની સોલા પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી રૂ. 4.45 લાખની મોંઘા દારૂની 120 બોટલ પણ કબ્જે કરી હતી. આરોપીઓએ દારૂ મુકવા ગોતામાં મકાન ભાડે રાખ્યું હતું.
મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરમાં સોલા, થલતેજ અને આસપાસના પોશ વિસ્તારમાં ઉંચી બ્રાન્ડનાં મોંઘા દારૂની હોમ ડિલિવરી કરતા બુટલેગરની સોલા પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી રૂ. 4.45 લાખની મોંઘા દારૂની 120 બોટલ પણ કબ્જે કરી હતી. આરોપીઓએ દારૂ મુકવા ગોતામાં મકાન ભાડે રાખ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સોલા પોલીસને બાતમી મળી હતી કે, સોલા સાયન્સ સિટી રોડ રહેતો કમલેશ પટેલ સેલ્સમેનનાં વેશમાં દારૂની હોમ ડિલિવરી કરે છે. ગોતામાં વીર સાવરકર હાઇટ્સના મકાનમાં દારૂ છુપાવે છે. જેના આધારે વોચ ગોઠવતા પોલીસનેમોપેડ પર કમલેશ આવતા તેને ઝડપી લીધો હતો. પુછપરછ કરતા તેના મકાનમાંથી અલગ અલગ બ્રાન્ડનો દારૂની બોટલો મળી આવી હતી.
કોરોના વિસ્ફોટ: દીવમાં બપોર સુધીમાં એક સાથે 11 કેસ, આરોગ્ય વિભાગ દોડતું થયું
જો કે મહત્વનું છે કે તે માત્ર મોંઘી બ્રાન્ડ જ વેચતો હતો. જેથી 1700થી 5500 રૂપિયાની કિંમતની 117 બોટલ મળી આવી હતી. ડેકીમાંથી 3 બોટલો સહિત કુલ 120 બોટલ મળી આવી હતી. આ પ્રકારે 4.45 લાખ રૂપિયાનો દારૂ મળી આવ્યો હતો. તે સોલા અને આસપાસના વિસ્તારોમાં દારૂની હોમ ડિલિવરી કરતો હતો. હાલ તો પોલીસે કોની પાસેથી દારૂ લાવતો અને કોને સપ્લાય કરતો તે અંગે તપાસ ચાલી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube