કોરોના વિસ્ફોટ: દીવમાં બપોર સુધીમાં એક સાથે 11 કેસ, આરોગ્ય વિભાગ દોડતું થયું

કોરોનાના ત્રણેય લોકડાઉન દરમિયાન કોરોના મુક્ત રહેલ દીવમાં અનલોક 1થી ધીરે ધીરે કેસ આવવાનાં ચાલુ થયા હતા. આજે તો કોરોના વિસ્ફોટ થયો હતો અને એક સાથે 11 કેસ નોંધાયા હતા. વણાકબારામાં 8, ઘોઘલામાં 2 અને દીવમાં 1 કેસ પોઝિટિવ આવ્યો હતો. એક સાથે 11 કેસ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું.
કોરોના વિસ્ફોટ: દીવમાં બપોર સુધીમાં એક સાથે 11 કેસ, આરોગ્ય વિભાગ દોડતું થયું

દીવ : કોરોનાના ત્રણેય લોકડાઉન દરમિયાન કોરોના મુક્ત રહેલ દીવમાં અનલોક 1થી ધીરે ધીરે કેસ આવવાનાં ચાલુ થયા હતા. આજે તો કોરોના વિસ્ફોટ થયો હતો અને એક સાથે 11 કેસ નોંધાયા હતા. વણાકબારામાં 8, ઘોઘલામાં 2 અને દીવમાં 1 કેસ પોઝિટિવ આવ્યો હતો. એક સાથે 11 કેસ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, દીવમાં અચાનક કોરોનાના કેસમાં નાટકીય રીતે વધારો થઇ રહ્યો છે. જેના પગલે દીવના લોકોમાં ચિંતાનો માહોલ છે. દીવમાં હાલ 33 કેસ એક્ટિવ છે. આ ઉપરાંત સતત કેસની સંખ્યામાં વધારો પણ થઇ રહ્યો છે. જેના કારણે કેન્દ્રીય આરોગ્ય ટિમની ચિંતામાં વધારો થવા પામ્યો છે. 

એક સાથે 11 કેસ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીઓનાં સંપર્કમાં આવેલા તમામ લોકોને ક્વોરન્ટાઇન કર્યા છે. આ ઉપરાંત તમામ પ્રકારનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવ્યા હોય તેવા દર્દીઓનાં ઘર તથા આસપાસનાં વિસ્તારોને પણ સેનિટાઇઝ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news