અમદાવાદ : શહેરના રિલીફ રોડ પર આવેલા એક કોમ્પલેક્ષમાં ભીષણ આગ લાગ્યાની ઘટના સામે આવી છે. એક ખાનગી કોમ્પલેક્ષમાં લાગેલી ભીષણ આગના કારણે કોટ વિસ્તારમાં અત્યંત વ્યસ્ત વિસ્તારમાં ભાગદોડ મચી ગઇ હતી. જો કે રવિવાર હોવાનાં કારણે ભીડ પ્રમાણમાં ઓછી હોય છે. નીચેના ફ્લોર પરથી છ માળ જેટલી દુકાનો આગમાં બળીને ખાખ થઇ ગઇ હતી. જો કે ફાયર બ્રિગેડને કોલ મળતા જ ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જો કે આગને 45 મિનિટ બાદ આગ કાબુમાં લઇ લેવાઇ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરવલ્લી : સરકારી નોકરીની આશાએ આવેલા યુવકનું હોમગાર્ડ ભરતી મેળા દરમિયાન મોત થયું


દુકાન પર લાગેલા બેનરોના કારણે પણ આગ વધારે વિકરાળ બની હતી. આગના કારણે તત્કાલ પોલીસ દ્વારા પણ સમગ્ર રોડ બ્લોક કરી દેવાયો હતો. જેના કારણે ભારે ટ્રાફીક જામ પણ સર્જાયો હતો. જો કે આખરે ફાયર ફાઇટરોએ આગને કાબુમાં લીધી હતી. આકાર કોમર્શિયલ કોમ્પલેક્સમાં રેડીમેડ ગારમેન્ટની દુકાનમાં આગ લાગી ગઇ હતી. આગના કારણે ગારમેન્ટ ફેક્ટરીનો લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થઇ ગયો હતો. આગનો કોલ મળતા જ 6 ફાયર ફાઇટર જવાન, 1 હાઇડ્રોલિક મશીન અને 2 એમ્બ્યુલન્સ અને 68 ફાયર સ્ટાફનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. 


‘આપકો હેક કિયા ગયા હૈ...’ નો મેસેજ મૂકીને ગાંધીનગર પાલિકાની વેબસાઈટ હેક કરાઈ


જો કે તત્કાલ કાર્યવાહીના કારણે કલાકનાં સમયમાં જ આગ કાબુમાં આવી ગઇ હતી. ઘટના સ્થળે કુલીંગની કામગીરી ચાલી રહી છે. એક કલાક માટે રોડ બંધ કરી દેવાયો હતો. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટનામાં કોઇ જાનહાની નથી. જો કે 6 દુકાનોમાં લાગેલી આગના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ છે. જો કે હાલ તો ફાયર વિભાગ દ્વારા આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube