ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના દાણીલીમડામાં પતિ પત્નીએ મળીને પત્નીના પ્રેમીની હત્યા કરી નાંખી. પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરીને ફરાર પતિની શોધખોળ શરૂ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલની ભયંકર આગાહી; ગુજરાત પર બે-બે વરસાદી સિસ્ટમ સક્રિય! ક્યાં પડશે ભારે વરસાદ?


લોકોના ટોળા... તપાસ કરતી પોલીસ...અમદાવાદના દાણીલીમડા વિસ્તારના ન્યુ શાહ એ આલમ નગર સોસાયટીના ત્યાં હૈદર શા નામના વ્યક્તિની હત્યા નિપજાવી દેવામાં આવી છે. બનાવ છે મંગળવારની વહેલી સવારનો...મૃતક હૈદર શા શબાના ખાતુન શાના ઘરે આવ્યો હતો અને બંને વચ્ચે ઝઘડો થયો હતો. શબાના ખાતુન શા બોથડ હથિયાર ડિસમિસ અને છરીના ઘા મારીને હૈદર શાની હત્યા કરી નાખી હતી. આ બનાવની જાણ દાણીલીમડા પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી. 


ગટરનું ગંદુ પાણી વેચીને પણ આવક ઉભું કરી રહ્યું છે ગુજરાત! આ શહેરે 557 કરોડની આવક રળી


દાણીલીમડા પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક હૈદર શા અને આરોપી મહિલા શબાના ખાતુન શા બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને મૃતક હૈદર શાની શબાના ખાતુન શા પૂર્વ સાળાની પત્ની પણ થાય છે. બે વર્ષ અગાઉ મૃતક હૈદર શાના સાળાના છૂટાછેડા થઇ જતા બને વચ્ચે પ્રેમ સંબંધ બન્યો હતો. બાદમાં અગાઉ શબાના ખાતુન શાના લગ્ન અન્ય એક વ્યક્તિ સાથે કરાવ્યા હતા. ત્યારે જ વારંવાર મૃતક હૈદર શા મહિલા આરોપીના ઘરે મળવા માટે આવતો હતો અને બળજબરી શારીરિક સંબંધ બાંધતો હતો. 



મુંબઈમાં શાહરુખ કરતા ચાર ઘણું મોટું છે આ સવાયા ગુજરાતીની દિકરીનું ઘર!


મંગળવારની સવારે આ બાબતે બંને વચ્ચે ઝગડો થતા ગુસ્સામાં આવીને શબાના ખાતુન શાએ કંટાળીને હત્યા કરી નાખી હતી. પોલીસે એફએસએલ સહીતના પુરાવા એકત્ર કરીને મહિલા આરોપી શબાના ખાતુન શાની ધરપકડ કરીને આગળની તપાસ શરુ કરી છે. દાણીલીમડા મહિલા આરોપીની ધરપકડ કરીને આરોપીના પતિ હત્યા કરવામાં કોઈ સંડોવણી છે કે કેમ એ અંગે તપાસ શરુ કરી છે. 


આવતીકાલે ભારત બંધનું એલાન: ગુજરાતમાં થશે અસર? જાણો કોણે અને શા માટે બંધનું કર્યું...


અમદાવાદમાં 24 કલાકમાં ત્રણ હત્યાના બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. એક હત્યા અમરાઈવાડીમાં, બીજી માનવ મણિનગરમાં તો ત્રીજી દાણીલીમડામાં બનતા પોલીસે દાણીલીમડા હત્યા કેસમાં એક મહિલા આરોપીની ધરપકડ કરી તપાસ શરુ કરી છે.