ગટરનું ગંદુ પાણી વેચીને પણ આવક ઉભું કરી રહ્યું છે ગુજરાત! આ શહેરે 557 કરોડની આવક રળી

સુરત મહાનગરપાલિકા દ્વારા ગંદા પાણીને ટ્રીટ કરીને તેમાંથી કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યું છે આ વાત કદાચ તમને સાંભળીને નવાઈ લાગશે પરંતુ આ એક સાચી હકીકત છે. આ પ્લાન્ટ માટે પાલિકાએ 379 કરોડના ખર્ચ સામે 557 કરોડની આવક ઊભી કરી દીધી છે.

ગટરનું ગંદુ પાણી વેચીને પણ આવક ઉભું કરી રહ્યું છે ગુજરાત! આ શહેરે 557 કરોડની આવક રળી

ઝી બ્યુરો/સુરત: તમે સાંભળ્યું છે ખરું કે ગંદા પાણીમાંથી પણ આવક ઉભી કરી શકાય? આ કરીને બતાવ્યું છે સુરત મહાનગર પાલિકાએ. સુરત મહાનગરપાલિકા દ્વારા ગંદા પાણીને ટ્રીટ કરીને તેમાંથી કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યું છે આ વાત કદાચ તમને સાંભળીને નવાઈ લાગશે પરંતુ આ એક સાચી હકીકત છે. આ પ્લાન્ટ માટે પાલિકાએ 379 કરોડના ખર્ચ સામે 557 કરોડની આવક ઊભી કરી દીધી છે. ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી ઉદ્યોગોને પાણી પૂરું પાડવાના પ્રયાસને લઈ આવક હવે વધીને 140 કરોડ પર પહોંચી ગઇ છે. 

સુરત એ કાપડ નગરી તરીકે સમગ્ર દેશ સહિત વિશ્વમાં પ્રખ્યાત છે ત્યારે સુરત શહેરના પાંડેસરા ,સચિન અને પલસાણા વિસ્તારમાં આવેલી કાપડ ઇન્ડસ્ટ્રીઓને રોજ રોજ કરોડો લીટર પાણીની જરૂરિયાત હોય છે એક તરફ પાણીનો જથ્થો ઓછો થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ આ ઇન્ડસ્ટ્રીને પાણી પૂરું પાડવુ એ ચેલેનજીગ હતું પરતું સુરત મહાનગર પાલિકા દ્વારા ગંદા પાણીને ટ્રીટ કરી આ પાણી ઇન્ડસ્ટ્રી સુધી પહોંચાડી કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યું છે. 

સુએઝ વોટરને ટર્સરી ટ્રીટમેન્ટની મદદથી ઈન્ડસ્ટ્રિયલ ગ્રેડનું પાણી બનાવવામાં આવે છે અને તે પાંડેસરા, સચિનના ઉદ્યોગને પૂરું પાડવામાં આવે છે. હાલમાં 115 એમએલડી ક્ષમતાના 3 ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે. પાલિકાને માર્ચ-2024 સુધી ત્રણેય પ્લાન્ટ થકી પૂરા પાડવામાં આવતા પાણીના જથ્થા પેટે કુલ 557 કરોડની આવક થઈ છે. ત્રણેય પ્લાન્ટ શરૂ કરવાનો અને મેન્ટેનન્સ ખર્ચ સહિત 379 કરોડનો ખર્ચ થયો છે. 2014ના વર્ષમાં પાલિકા તંત્રએ આ પ્રયાસ શરૂ કર્યો હતો. 

2014માં પ્રથમ વર્ષે 749 એમએલડી પાણી પુરવઠો પૂરો પાડી 36 કરોડની આવક કરી હતી. પાલિકા તંત્રને 2015ના વર્ષથી અનુક્રમે 17.16 કરોડ, 27.32 કરોડ, 30.90 કરોડ, 33.20 કરોડ, 17.64 કરોડ, 32.18 કરોડ, 49.90 કરોડ, 89.76 કરોડ, 117.53 કરોડ અને ગત વર્ષે રેકોર્ડબેક 140 કરોડની આવક થઈ હતી. 2014ના વર્ષમાં પાલિકા તંત્રએ પ્રતિ 1 હજાર લિટર પાણી 18.20 રૂપિયાના ભાવે પૂરું પાડયું હતું. તે સામે ગત વર્ષે 39.22 રૂપિયાના ભાવે પાણી પૂરું પાડવામાં આવ્યું હતું. છેલ્લા 10 વર્ષમાં આવક અને પાણી પુરવઠાની માત્રામાં સતત વધારો નોંધાયો છે.

સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલએ જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકા હાલ ઇન્ડસ્ટ્રીને જે પાણી આપી રહી છે તેની સફળતા પછી જે પણ નવા ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર છે જ્યાં ઇન્ડસ્ટ્રીમાં પાણીની ડિમાન્ડ વધારે છે. એમની સાથે મહાનગરપાલિકા ટાયઅપ કરી રહી છે. ત્રણ એમઓયુ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યા હતા. 

આ એમઓયુના થકી ટ્રીટેડ વોટર ઇન્ડસ્ટ્રી ને આપી રહ્યા છે જેની કેપીસીટી ડબલ થઈ જશે. જેના કારણે મહાનગરપાલિકાની આવક પણ બમણી થઈ જશે. ઇન્ડસ્ટ્રી જે ફ્રેશ વોટર અને બોરિંગનું પાણી યુઝ કરે છે એ પાણીની બચત થશે. અત્યારે 140 કરોડ રૂપિયાની આવક છે આવનાર પાંચ વર્ષમાં 250 થી લઈ 300 કરોડની આવક થઈ જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news