જમીન અને ઘર કંકાસથી કંટાળેલા પતિએ પત્ની સાથે કર્યું એવું કૃત્ય કે તમે પણ વરસાવશો ફિટકાર
તાલુકાના રાણપુર ઉગમણાવાસ ગામે ઘર કંકાસમાં પતિએ પત્નીની હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે ડીસા તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા પતિની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. ડીસાના રાણપુર ઉગમણાવાસ ગામના હરખાભાઇ અમરાભાઇ રાવળના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા હતા. અમીરગઢના કરજાપુરા ગામના કાકુસિંહ મફતસિહ સોનગરાને તેમની પત્ની વિજલબા સાથે કરજા ગામે આવેલ જમીન બાબતે ઘર કંકાસ ઘણા લાંબા સમયથી ચાલુ હતો.
ડીસા : તાલુકાના રાણપુર ઉગમણાવાસ ગામે ઘર કંકાસમાં પતિએ પત્નીની હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે ડીસા તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા પતિની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. ડીસાના રાણપુર ઉગમણાવાસ ગામના હરખાભાઇ અમરાભાઇ રાવળના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા હતા. અમીરગઢના કરજાપુરા ગામના કાકુસિંહ મફતસિહ સોનગરાને તેમની પત્ની વિજલબા સાથે કરજા ગામે આવેલ જમીન બાબતે ઘર કંકાસ ઘણા લાંબા સમયથી ચાલુ હતો.
આફ્રિકામાં ફરી એકવાર ગુજરાતી પર હુમલો, નિગ્રો લૂંટારુઓએ ભરૂચના યુવકને બંદૂક બતાવી લૂંટી લીધો
જોકે ગુરૂવારે સવારે પત્ની વિજલબાની લાશ છાપરામાં પડેલી જોઇ સ્થાનિક વ્યક્તિ ગણપતભાઇ રાવળે મૃતક મહિલાના પરીવારને જાણ કરી હતી. મૃતક પરિણીતાના ભાઇ અમરસિંહ વાઘેલા સહિતના સભ્યો રાણપુર દોડી આવતાં વિજલબાના ગળાના ભાગે કાળા ચાઠા જોવા મળ્યાં હતાં. આ અંગે અમરસિંહ પૃથ્વીરાજ વાઘેલાએ ડીસા તાલુકા પોલીસ મથકે મહિલાના પતિ કાકુસિંહ સોનગરા સામે ફરીયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની અટકાયત કરી અને મૃતક મહિલાની લાશને પોસમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube