ઝી બ્યુરો/બોટાદ: ગઢડા તાલુકાના ઈતરીયા ગામની વાડીમાં આવેલ કુવામાં સિંહણ પડતા તેનું મોત નિપજ્યું છે. વનવિભાગ ઘટનાસ્થળે પહોંચી સિંહણના મૃતદેહને કુવામાંથી બહાર કાઢવાની કામગીરી શરૂ કરી છે. ગઢડાના RFO પ્રજાપતિ એ જણાવ્યા મુજબ આ વિસ્તારમાં ત્રણથી ચાર સિંહો વસવાટ કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતનો પ્રથમ કિસ્સો; સ્કૂલના વિદ્યાર્થીઓને અપાશે નેશનલ ખેલાડીઓ પહેરે એવા કપડાં-બૂ


બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઈતરીયા ગામે આવેલી એક વાડીના કુવામાં સિંહણ પડી ગયાના સમાચારોને લઈને ગઢડા વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોચ્યું હતું. ત્યાં જઈને તપાસ કરતા સિંહણનું મૃત્યું થયાનું તપાસમાં બહાર આવતા વન વિભાગ દ્વારા સિંહણનો મૃતદેહને કુવામાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારબાદ સિંહણના મૃતદેહને પીએમ માટે પાલીતાણા ખસેડવામાં આવ્યો હતો.


100 ગ્રામ વજને તોડ્યું ભારતનું ઓલિમ્પિક ગોલ્ડનું સપનું! ફાઈનલમાંથી બહાર ફેંકાઈ ફોગાટ


આ વિસ્તારમાં ત્રણથી ચાર સિંહો વસવાટ કરે છે. સમગ્ર ઘટનાને લઈને ગઢડા આરએફઓ IS પ્રજાપતિએ માહિતી આપી હતી. 


પૃથ્વીના 7 નહિ, પરંતું છ ખંડ છે, નવા અભ્યાસમાં વૈજ્ઞાનિકોનો અતિ ચોંકાવનારો દાવો