100 ગ્રામ વજને તોડ્યું ભારતનું ઓલિમ્પિક ગોલ્ડનું સપનું! ફાઈનલમાંથી બહાર ફેંકાઈ ફોગાટ

Vinesh Phogat Disqualified From Gold Medal Bout: વુમન્સ રેસલિંગમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલનું ભારતનું સપનું ચકનાચૂર...વિનેશ ફોગાટને ઠેરવાઈ ગેરલાયક. કારણભૂત રહ્યું 100 ગ્રામ વજન...ભારે વિવાદ અને ઓહાપોહ....રાતોરાત કઈ રીતે વધી ગયું વજન...?

100 ગ્રામ વજને તોડ્યું ભારતનું ઓલિમ્પિક ગોલ્ડનું સપનું! ફાઈનલમાંથી બહાર ફેંકાઈ ફોગાટ

Vinesh Phogat Disqualified From Gold Medal Bout: ભારતીય રેસ્લર વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાં 140 કરોડ દેશવાસીઓની આશાનું પ્રતિક હતી. જોકે, એક જ રાતમાં આ 'દંગલ ગર્લ' સાથે રમાઈ ગઈ રમત! ઓલિમ્પિક 2024થી ભારત માટે આવ્યા ખરાબ સમાચાર. મહિલા કુશ્તી 50 કિગ્રા સ્પર્ધાની ફાઇનલમાં પહોંચેલી વિનેશ ફોગાટ મેડલની રેસમાંથી બહાર કરી દેવામાં આવી છે. મેચ રમ્યા પહેલાં ફોગાટને કરી દેવામાં આવી ડિસક્વાલિફાય. 

ઓવરવેઈટ એટલેકે, વધુ પડતા વજનને કારણે કમિટીએ વિનેશને ઠેરવી છે ગેરલાયક. આ અગાઉ તેણે ક્વાર્ટર ફાઈનલ પહેલા તેણે વિશ્વ ચેમ્પિયન જાપાનની સુસાકીને હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી હતી. આ પછી, તેણે જીતની હેટ્રિક ફટકારીને ઇતિહાસ રચ્યો અને ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું. પરંતુ હવે તેને 7 ઓગસ્ટની સવારે મોટો આંચકો લાગ્યો છે. ઓવરવેઈટને કારણે તેને સ્પર્ધામાંથી બહાર કરી દેવાઈ હોવાના આઘાતજનક સમાચાર સામે આવ્યાં.

100 ગ્રામ વજને તોડ્યું 140 કરોડ ભારતીયોનું સપનું!
માત્ર 100 ગ્રામ વધારે વજન હોવાને કારણે રેસલર વિનેશ ફોગાટ ઓલિમ્પિક મેડલની રેસમાંથી બહાર ફેંકાઈ હોવાનું સામે આવ્યું છે. આ વાત માન્યામાં આવે એવી નથી, કે રાતોરાત કઈ રીતે વધી ગયું વજન. પરંતુ કમિટીએ પોતાનો આદેશ સંભળાવી દીધો છે. ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા આ આઘાતજનક સમાચારોની પુષ્ટિ કરવામાં આવી છે

ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે-
ભારતીય ઓલિમ્પિક સંઘે વિનેશ ફોગાટને લઈને આ વાતની પુષ્ટિ કરી છે. એસોસિએશન દ્વારા એક સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું હતું, 'તે ખેદજનક છે કે ભારતીય ટીમ વિનેશ ફોગાટને મહિલા કુશ્તી 50 કિગ્રા વર્ગમાંથી અયોગ્ય જાહેર કરવાના સમાચાર શેર કરી રહી છે. આખી રાત ટીમના શ્રેષ્ઠ પ્રયાસો છતાં આજે સવારે તેનું વજન 50 કિલો કરતાં થોડા ગ્રામ વધુ હોવાનું જણાયું હતું. ટીમ આ સમયે વધુ કોઈ ટિપ્પણી કરશે નહીં. ભારતીય ટીમ તમને વિનેશની ગોપનીયતાનું સન્માન કરવાની વિનંતી કરે છે.

PM મોદીએ પણ આવા સમયે વિનેશ ફોગાટનો હોંસલો વધારવા ટ્વીટ કર્યુંઃ
 

Today's setback hurts. I wish words could express the sense of despair that I am experiencing.

At the same time, I know that you epitomise resilience. It has always…

— Narendra Modi (@narendramodi) August 7, 2024

 

મેચ 12 કલાક બાદ થવાની હતી-
વિનેશ ફોગાટની મેડલ મેચ 12 કલાક બાદ યોજાવાની હતી. મંગળવારે તેની જીતની હેટ્રિક બાદ મેડલ નિશ્ચિત જણાતો હતો. પરંતુ ફાઈનલ મેચના 12 કલાક પહેલા ભારત માટે આ ખરાબ સમાચાર સાંભળવા મળ્યા છે. વિનેશ ફોગાટને સમગ્ર ભારતમાંથી ખૂબ અભિનંદન મળી રહ્યા છે. પરંતુ સોનાની આશા ફરી એકવાર ઠગારી નીવડી છે.

કોની સાથે સ્પર્ધા થવાની હતી?
બુધવારે રાત્રે 12.50 વાગ્યે વિનેશ ફોગાટની ફાઇનલ મેચ સારા હિલ્ડેબ્રાન્ડ સામે થવાની હતી. તેણીએ પ્રથમ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને અલ્જેરિયાના ઇબ્તિસેમ ડોડોઉને હરાવ્યો હતો. ક્વાર્ટર ફાઇનલમાં સારાએ ચીનની ફેંગ ઝીકીને 7-4થી હરાવ્યું હતું. હવે ફાઇનલમાં સારાએ વિનેશ સાથે લડ્યા વિના જીત તરફ આગળ વધી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news