પ્રશાંત ઢીવરે/સુરત: સુરતના વરાછામાં આવેલ માધવપાર્ક સોસાયટીમાં પ્રેમિકાને મળવા ગયેલા યુવકને યુવતીના ભાઈ અને મામાએ ઢોરમાર મારતા મોત થયું હતું. જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટીદાર સમાજની દીકરીઓ વિશે ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્થાની ભરાયા! બદનક્ષીની ફરિયાદ


સુરતના વરાછામાં પ્રેમસબંધમાં એક યુવકની હત્યા થઇ હોવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. સુરતના વરાછા ખાતે આવેલા ગીતાનગરમાં રહેતો 24 વર્ષીય મેહુલ સોલંકી રત્નકલાકાર તરીકે નોકરી કરે છે. મેહુલના ઘર નજીકમાં જ આવેલી સોસાયટીમાં રહેતી યુવતી સાથે તેનો પ્રેમ સંબંધ થયો હતો. એ મામલે યુવતીનાં પરિવારજનોને જાણ થતાં તેમણે મકાન ફેરવી અલગ જગ્યાએ રહેઠાણ કરી લીધું હતું. તેમ છતાં બંને એકબીજા સાથે સતત સંપર્કમાં જોડાયેલાં હતાં. જોકે ગીતાનગરની બાજુમાં આવેલી માધવપાર્ક સોસાયટીમાં પ્રેમિકાની બહેનપણી રહેતી હતી. પ્રેમિકા તેની બહેનપણીના ઘરે ગઈ હતી. 


આખરે પાટિલે ખેલ પાડ્યો! અનેક જૂના જોગીઓની બેઠક મળી, વિરોધને ડામવા ઘડી નાંખી રણનીતિ


આ દરમિયાન બહેનપણીના ઘરેથી ગતરોજ યુવતીએ મેહુલને ફોન કરીને માધવપાર્ક પાસે મળવા બોલાવ્યો હતો. અહીં બંને પ્રેમી મળી રહ્યા હતા. એ દરમિયાન જ યુવતીના ભાઈઓ અને કાકા કુલ ત્રણ જણા ત્યાં આવી પહોંચ્યા હતા અને પ્રેમી યુવક પર હુમલો કરી તેને માર માર્યો હતો. યુવતીનો સગો ભાઈ, મામાનો દીકરો, પિતરાઈ ભાઈ અને કાકા ત્યાં આવી પહોંચ્યા હતા. 


PSI અને લોકરક્ષક ભરતીની પરીક્ષા અંગે મહત્વના સમાચાર, હસમુખ પટેલે કર્યું ટ્વીટ


આ દરમિયાન ત્રણેયે મળીને યુવકને ઢીંકાપાટુથી, પટ્ટા, દોરડા અને લાકડાં વડે ઢોરમાર માર્યો હતો. એને લઇ મેહુલ સોલંકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેથી તેને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મેહુલના મોતને પગલે તેના ભાઈ દ્વારા વરાછા પોલીસ મથકમાં હત્યાની ફરિયાદ આપવામાં આવી હતી.


લાલચોળ રાજપૂતોની આગ શું ભાજપને દઝાડશે? કેટલા જિલ્લામાં પહોંચ્યો રૂપાલા સામે વિરોધ


પરિવારની ફરિયાદને આધારે વરાછા પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી સમગ્ર ઘટનામાં મૃતદેહને પોસ્ટમોટમ અર્થે મોકલી યુવતીના બે ભાઈ અને કાકા સામે હત્યાનો ગુનો નોંધી તમામની અટકાયત કરી છે...પોલીસે શક્તિસિંહ વનરાજસિંહ પઢીયાર , મહીપતસિંહ કનુભાઈ પઢીયાર , અને મહિપત અભયસિહ ગોહિલની ધરપડક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.