Surat News : સુરતના કીમ રેલવે સ્ટેશન પર મોટો રેલ અકસ્માત ટળી ગયો હતો. કોઈ અજાણ્યા વ્યક્તિએ રેલવેના પાટાની ફીશ પ્લેટ ખોલી પાટા પર મુકી દીધા હતા. પાટા પર ફીશ પ્લેટ ખોલેલા બોલ્ટ પણ મુક્યા હતા. ત્યારે રેલવે કર્મચારીએ જાગૃતતા દાખવીને ડે. સુપરીટેન્ડન્ટને જાણ કરી ટ્રેક બંધ કરાવ્યો હતો. આરપીએફ અને અન્ય કર્મચારીઓને જાણ કરાઈ. વહેલી સવારે આ ઘટના બની હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત કીમ સ્ટેશન નજીક કી મેન સુભાષ કુમારે કીમના ડેપ્યુટી સ્ટેશન સુપરટેન્ડેન્ટને જાણ કરાઈ હતી કે, કોઈ અજાણ્યો વ્યક્તિ ફિશ પ્લેટ ખોલે છે અને ઉપરના ટ્રેકમાંથી કેટલીક ચાવી લઈને ટ્રેક પર મૂકે છે અને KM 292/27-291/27 ની બીટ ભાગી ગયો છે. તેમણે  ટ્રેનની હિલચાલને રોકવા માટે વિનંતી કરી, આથી 12910 લાલ હાથનો સંકેત બતાવ્યા પછી અને DYSS KSB દ્વારા VHF સેટ પર એલપી કરવા માટે જાણ કર્યા પછી KSB M/L બંધ કરી દીધું. M/L 05:27 પર ટ્રેન રોકાઈ. RPF અને ENGG CTO ને પણ તે જ જાણ. મુખ્ય માણસે DY SS કિમને 05:40 વાગ્યે ટ્રેનમાં કામ કરવા માટે સલામત ટ્રેક તરીકે જાણ કરી. KM 292/27-291/27 BET KSB-KIM પર શાર્પ નજર રાખો.  REP 12910-23'', 12954-5''



સુરત કીમ રેલવે ટ્રેકને લઈને સૌથી મોટો ખુલાસો થયો છે. ટ્રેનની મોટી દુર્ઘટનાને અંજામ આપવાનું ષડયંત્ર હતું. લગભગ દોઢ કિલોમીટર સુધી પેડ લોક ખોલવામાં આવ્યા હતા. 70થી વધુ બોલ્ટ ખોલી નાખવામાં આવ્યા હતા. ટ્રેન ઉથલાવવા પાછળ કોઈ મોટી ગેંગ સક્રિય હોવાની શક્યતા છે. RPFની સમય સૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. કીમ રેલવે સ્ટેશન નજીક પાટાને જોડતી પ્લેટ ખોલી નંખાઈ હતી. પાટા પર પ્લેટની સાથે બોલ્ટ પણ મૂકી દેવાયા હતા. રેલવે ટ્રેક પર પ્લેટને લગાવીને ટ્રેન વ્યવહાર શરૂ કરાયો હતો. RPF સહિત અન્ય ફોર્સને જાણ કરવામાં આવી હતી. 


રાજકોટ ભાજપના વોટ્સએપ ગ્રૂપમાં 6 પોર્ન વીડિયો મોકલાયા, મહિલા સદસ્યો શરમમાં મૂકાઈ


કીમ-કોસંબા રેલ્વે ટ્રેક પર ટ્રેન ઉઠલાવવાનો પ્રયાસ કરવાની જાણ થતા જ સુરત જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. રેલ્વે સુરક્ષા ફોર્સની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. રેલ્વે ટ્રેકને જોડવામાં આવતી જોગલ ફિસર પ્લેટ કાઢી નાંખવામાં આવી હતી. આ સાથે સાથે ૭૧ જેટલા લોખંડના પેડ લોક પણ કાઢી નાખવામાં આવ્યા હતા. એક કિલોમીટર જેટલા વિસ્તારમાં રેલ્વે ટ્રેક પરથી લોખંડ ના પેડલોક પણ કાઢી નાખવામાં આવ્યા હતા. અજાણ્યા વ્યક્તિઓ ઈરાદાપૂર્વક ઘટના ને અંજામ આપવાનો પ્રયાસ કરાયો હતો તે સ્પષ્ટ દેખાયું હતું. 


બીજી તરફ, ડાઉન ટ્રેક પરથી ગરીબ રથ  ટ્રેન આવી રહી હતી. આ ટ્રેનને સ્થળ પરજ અટકાવી દેવામાં આવી હતી. આ કાવતરામાં સંડોવાયેલા સામે કડક કાર્યવાહી કરાશે, સુરત ગ્રામ્ય પોલીસ હાલ તપાસ કરી રહી છે તેવુ ડીવાયએપી આર.આર. સરવૈયાએ જણાવ્યું. 


આરપીએફની સમય સુચક્તાના કારણે મોટી રેલવે ઘટના ઘટતા બચી ગઈ હતી. દોઢ કિમી સુધીના 71 પેડ લોક કાઢી નાંખવામાં આવ્યા હતા તેવુ તપાસમાં જાણવા મળ્યું. 


હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ, આજથી આ જિલ્લાઓમાં ફરી વરસાદની એન્ટ્રી થશે