નડિયાદમાં ભેખડ ધસી પડતા એક મોટી દુર્ઘટના સર્જાઈ, જીવન મરણ વચ્ચે જોલા ખાતા શ્રમિકનું મોત
નડિયાદમાં ઉત્તરસંડા રોડ પર ડી માર્ટ સામે એલ સ્ક્વેર કોમ્પલેક્ષ પાસે ડ્રેનેજ લાઈનનુ કામ ચાલી રહ્યું હતું. આજે રવિવારે અહીંયા જેસીબી વડે ડ્રેનજ માટે ખોદકામ ચાલુ હતુ. આ દરમિયાન કેટલાક મજુરો અહીંયા આ કામગીરી કરી રહ્યા હતા.
નચિકેત મહેતા/ખેડા: રવિવારે બપોર બાદ એક દુર્ઘટનાએ એક મજુરી કામ કરતા વ્યક્તિનો ભોગ લીધો છે. ઉત્તરસંડા રોડ પર ડ્રેનેજ લાઈનના ખોદકામમાં એકાએક માટી ધસી પડતાં એક મજુર દટાઈ જતા મોત નિપજ્યું છે. જીવન મરણ વચ્ચે જોલા ખાતા મજુરે ટુંકી સારવાર દરમિયાન દમ તોડ્યો છે. બનાવના પગલે ભારે ચકચાર ફેલાઇ જવા પામી છે.
ગુજરાતમાં મેઘરાજાએ પ્રથમ ઈનિંગમાં જ બોલાવી સટાસટી, જાણો ક્યાં કેવો પડ્યો ભારે વરસાદ?
નડિયાદમાં ઉત્તરસંડા રોડ પર ડી માર્ટ સામે એલ સ્ક્વેર કોમ્પલેક્ષ પાસે ડ્રેનેજ લાઈનનુ કામ ચાલી રહ્યું હતું. આજે રવિવારે અહીંયા જેસીબી વડે ડ્રેનજ માટે ખોદકામ ચાલુ હતુ. આ દરમિયાન કેટલાક મજુરો અહીંયા આ કામગીરી કરી રહ્યા હતા. ત્યારે આ ખોદકામ સમયે એકાએક માટીની ભેખડ ધસી પડતા એક મજુર દટાયો હતો.
ભરૂચમાં સોનાના વેપારી પાસેથી થયેલી લૂંટનો ભેદ ખૂલ્યો, આરોપીઓએ આ રીતે ઘડ્યો હતો પ્લાન
જોકે આસપાસના અન્ય મજુરો અને સ્થાનિકોએ તુરંત નડિયાદ ફાયરબ્રિગેડને જાણ કરતાં ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી મજુરનુ રેસ્ક્યુ કરી જીવીત બહાર કાઢ્યો હતો અને એ બાદ તુરંત 108 એમ્બ્યુલન્સ મારફતે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો. જ્યા ટુંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
વિધર્મી યુવકનું કારસ્તાન:આ માનવ છે કે હેવાન! યુવતીને બચકા ભરી વારંવાર શરીરસુખ માણ્યુ
સ્થાનિકોએ આપેલી જાણકારી મુજબ અહીયા પ્રાઈવેટ ગટર ચોકઅપ થતા જેસીબીથી ખોદકામની કામગીરી દરમિયાન એક શ્રમજીવી ભેખડ નીચે દબાઈ જતા મોત નિપજ્યું છે. નડિયાદ સિવિલ હોસ્પિટલમા પીએમની કામગીરી હાથ ધરવામાં આવી છે.