મૌલિક ધામેચા/અમદાવાદ: ફરી એકવાર અમદાવાદ પોલીસની સરાહનીય કામગીરીની ઘટના સામે આવી છે. અમદાવાદ રિવરફ્રન્ટ પર પોતાના દીકરા સાથે ફરવા આવેલ એક દંપત્તિ સાથે મોટી દુર્ઘટના ઘટી હતી. આ દંપત્તિ રિવરફ્રન્ટના પારે બેઠું હતું ત્યારે તેમનો લાડકવાયો નાનો દીકરો કોઈ કારણોસર નદીમાં પડી ગયો હતો. ત્યારબાદ પોલીસે બોટ મારફતે રેસ્ક્યુ કરીને સુરક્ષિત બહાર કાઢ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત સહિત દેશભરમાં આવતીકાલે લેવાશે NEET UG 2023ની પરીક્ષા, આ બાબતોનું રાખજો ધ્યાન


આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, શુક્રવારે મોડી અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં રહેતો એક પરિવાર રિવરફ્રન્ટ પર ફરવા આવ્યો હતો, તે દરમ્યાન બાળક રમતા રમતા સાબરમતીના પાણીમાં પડ્યું હતું. બાળકને બચાવવા તેની પાછળ માતા પિતા પણ નદીમાં કુદતા બન્ને ડૂબવા લાગતા પોલીસની સતર્કતાએ આખો પરિવાર બચ્યો હતો. સરદાર બ્રિજ નીચે રિવરફ્ર્ન્ટની બેઠક પર આ પરિવાર બેઠો હતો, ત્યારે આ ઘટના બની હતી. રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનના પી.સી.આર. ગાડીના ઓ.એસ.ડી. ભરતભાઇ ગંભુભાઇ તથા પો.કો. અરવિંદભાઇ મોતીભાઇ એ રસો નાખી બચાવની કામગીરી હાથ ધરી હતી. ત્યારબાદ રીવરફ્ર્ન્ટની બોટને તાત્કાલિક બોલાવી સહી સલામત નદીમાંથી પરિવારને બહાર કાઢી તેમનો જીવ બચાવ્યો હતો.


'હમને અપને ભાઈ દુર્ગેશ યાદવ કા બદલા લે લીયા હૈ, કોર્ટ કે બહાર, ખૂને કે બદલે ખૂન...'


આ ઘટનામાં મહંમદ જુબેર ગુલામ મુસ્તુફા શેંખ નામના વ્યક્તિ પોતાની પત્ની ફરહોના તથા 3 વર્ષના દિકરા મહંમદ યુહાન સાથે રીવરફ્ર્ન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિવરફ્ર્ન્ટ વોક-વેના ભાગે ફરવા માટે આવ્યા હતા. સરદાર બ્રિજ નીચે સ્કાઈલાઈન નજીક રિવરફ્ર્ન્ટ પર બેઠા હતા, તે સમયે વખતે નાનો દીકરો મહંમદ યુહા રમકડા સાથે રમતો હતો. તે દરમિયાન રમકડું સાબરમતી નદીમાં પડતા બાળક પણ સાબરમતી નદીમાં પડ્યું હતું. જેને બચાવવા બાળકની માતા ફરહોના તથા પિતા મહંમદ જુબેર પણ નદીમાં પડ્યા, પરંતુ તેઓને તરતા આવડતુ ન હતુ. જેથી તેઓ ડુબવા લાગ્યા હતા.


આખરે કિંજલ બધાને રડાવતી ગઈ!, નર્સ બનીને સેવા કરવાનું સ્વપ્ન મર્યા પછી પણ સાકાર કર્યુ


આ દરમિયાન રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ રસો નાખી બચાવવાનો પ્રયાસ કર્યો. તે દરમ્યાન રીવરફ્ર્ન્ટ તરફથી રાખવામાં આવેલ બોટ તાત્કાલિક બોલાવી સહી સલામત નદીના પ્રવાહમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આમ ત્રણેયનો જીવ બચાવી ઉત્તમ કામગીરી કરી હતી.


રાધનપુરમાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો, લગ્નના આગલા દિવસે જ યુવકની કરપીણ હત્યા