'હમને અપને ભાઈ દુર્ગેશ યાદવ કા બદલા લે લીયા હૈ, કોર્ટ કે બહાર, ખૂને કે બદલે ખૂન...', સો.મીડિયામાં પોસ્ટ વાઇરલ
સુરતના સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. ત્યારે આ ગુનામાં તારીખ ભરવા માટે સુરજ યાદવ નામનો શખ્સ સુરત કોર્ટમાં આવ્યો હતો. ત્યાર પછી તે પોતાની બાઈક પર જ્યારે જઈ રહ્યો હતો.
Trending Photos
ચેતન પટેલ/સુરત: રાજ્યમાં હત્યાઓના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં કોર્ટમાં તારીખ ભરવા આવેલા એક યુવકને કોર્ટની નજીકના વિસ્તારમાં જ બે શખ્સોએ છરીના ઘા કરીને પતાવી દેવાની ઘટના સામે આવી છે. ત્યારે આ હત્યા પછી સોશિયલ મીડિયા પર ભાઈની હત્યાને લઈને એક પોસ્ટ કરવામાં આવી હતી. હાલ તો પોલીસ દ્વારા આ સમગ્ર મામલે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
સુરતના સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. ત્યારે આ ગુનામાં તારીખ ભરવા માટે સુરજ યાદવ નામનો શખ્સ સુરત કોર્ટમાં આવ્યો હતો. ત્યાર પછી તે પોતાની બાઈક પર જ્યારે જઈ રહ્યો હતો ત્યારે અચાનક જ બે અજાણ્યા શખ્સોએ સૂરજ પર છરીના 15થી17 પ્રાણઘાતક હુમલા કર્યા હતા.
આ ઘટનામાં સૂરજને ખૂબ જ ગંભીર ઇજાઓ પહોંચી હોવાના કારણે તેનું મોત નિપજ્યું હતું. સૂરજની હત્યા પછી કરણ રાજપુતે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે હમને અપને ભાઈ દુર્ગેશ યાદવ કા બદલા લે લીયા હૈ, કોર્ટ કે બહાર, ખૂને કે બદલે ખૂન. જોકે હાલ તો હત્યા કરનાર બંને આરોપી (1) કરણસિંગ રામપાલસિંગ રાજપુત (2) ધીરજ પ્રમોદસિંગ રાજપુતની ધરપકડ કરવામાં આવી છે.
સૂરજે અગાઉ એક હત્યા કરેલ હતી તેની કોર્ટમાં તારીખ હતી ત્યારે સૂરજ યાદવ ત્યાં આવેલો હતો તે દરમિયાન બંને આરોપીઓ પણ ખૂન ના કેસમાં તેના મિત્રો સાથે આવ્યા હતા અને બાદમાં હત્યાની અદાવતમાં સુરત યાદવ પર 15 થી 20 ઘા મારીને હત્યા નીપજાવી હતી. બાદ આરોપીઓ ભાગી ગયા હતા ત્યારે સુરત પોલીસે નેશનલ હાઈ-વે કરજણ નજીકથી બંને આરોપીઓની પકડી પાડયા હતા.
હત્યા પાછળનું કારણ મરનાર સૂરજ યાદવ એ આરોપીના સાગરીતની હત્યા કરી હતી. જેની અદાવત રાખીને હત્યા નીપજાવી હતી. આરોપી બોશ તરીકે યુપીમાં ગેંગ ચલાવી રહી છે, ત્યારે સુરતમાં તેના સાગરીતો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે