રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: ભચાઉ ગાંધીધામ નેશનલ હાઇ-વે ઉપરથી 32.10 લાખના હેરોઇન સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. ભચાઉ ગાંધીધામ નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ એવી જોશી કંપનીના પુલિયા પાસે સિકંદરાબાદ ટીમ્બર્સ વર્કસ સામેના સર્વિસ રોડ ઉપરથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે 32 લાખ 10 હજારની કિંમતના 64.20 ગ્રામ હેરોઈનના જથ્થા સાથે પંજાબના એક આરોપીને પકડી પાડ્યો હતો. આરોપીની પૂછપરછ દરમિયાન જથ્થો આપનાર પંજાબના અને એક ગાંધીધામનો એમ બે આરોપીઓના નામ પણ ખુલ્યા છે. હાલ ત્રણેય આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તારીખો છે ગુજરાત માટે ભારેથી અતિભારે! આ વિસ્તારો માટે ભયાનક આગાહી વાંચી હચમચી જશો


પૂર્વ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ને માહિતી મળી હતી જેના આધારે ભચાઉ ગાંધીધામ નેશનલ હાઈવે રોડ ઉપર એવી જોશીના પુલિયા પાસે સિકંદરાબાદ ટિમ્બર વર્કસ સામેના સર્વિસ રોડ ઉપર વોચ ગોઠવીને રૂપિયા 32.10 લાખની કિંમતના 64.20 ગ્રામના હેરોઇન જથ્થા સાથે આરોપી સિમરનજીતસિંઘ ધરમસિંઘ સિંબે રહે ગુરુદ્વારાની પાછળ ચકી વાળી ગલી કાજીકોટ રોડ તરનતારન પંજાબને ઝડપી પાડ્યો હતો. 


વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ આ 5 રાશિના લોકોના જીવનમાં પ્રગતિના દ્વાર ખોલશે, ધનલાભ થશે


પૂછપરછમાં આ જથ્થો આપનાર રાહુલ અને ગાંધીધામના નીરજ ઉર્ફે પંડિત ઓમ પ્રકાશ તિવારીના નામ ખુલ્યા છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ હેરોઇનનો જથ્થો એક મોબાઈલ તથા રોકડા રૂપિયા 470 બસ ની ટિકિટ સહિત કુલ રૂપિયા 32,20,470 નો મુદ્દામાલ કબજે કર્યો છે અને તેમની સામે કાર્યવાહી હાથ ધરી છે.


જો તમે UPI નો ઉપયોગ કરતા હોવ તો તમારા માટે ગૂડ ન્યૂઝ, હવે ATM કાર્ડની નહીં પડે જરૂર


પૂર્વ અને પશ્ચિમ કચ્છ એમ બંને પોલીસ જિલ્લામાં ડ્રગ્સનો વ્યાપ વધ્યો છે બહારથી કચ્છમાં ડ્રગ્સ આવે છે અને અહીં વેચાય અગાઉ પણ ખતરનાક ડ્રગ્સના જથ્થા પકડાયા છે પૂર્વ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળેલી માહિતીના આધારે તેમણે એવી જોશી પુલીયા પાસે થી આરોપીને પકડી પાડ્યો હતો. 


પત્નીને ટ્રેનમાં ટાટા કરવું પતિને ભારે પડ્યું! દરવાજો બંધ થઈ જતાં 130 કિ.મીનો ફેરો


પંજાબથી હેરોઈનનો જથ્થો અહીં વેચવા આવ્યો હતો અને પકડાયો હતો હવે બે ફરાર આરોપીઓ પકડાય તે દિશામાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે હાલ તો ત્રણેય આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.