ધર્મની બહેનને છરી બતાવી યુવકે કર્યા અડપલા, પ્રેમસંબધ બાંધવા કર્યું દબાણ
સરદારનગરમાં 5 વર્ષની બાળકી સાથે એક યુવકે શારીરિક અડપલા કર્યા હતા. તો બીજી તરફ વાડજમાં જાહેર રોડ પર યુવકે પોતે બનાવેલી ધર્મબહેનને છરી બતાવી અડપલા કર્યા હતા અને પ્રેમસંબધ બાંધવા દબાણ કર્યું હતું.
જાવેદ સૈયદ, અમદાવાદ: શહેરમાં હવે બાળકીઓ ઘરની બહાર નીકળતા અસુરક્ષા અનુભવી રહી છે. એવા જ બે કિસ્સા સામે આવ્યા છે. સરદારનગરમાં 5 વર્ષની બાળકી સાથે એક યુવકે શારીરિક અડપલા કર્યા હતા. તો બીજી તરફ વાડજમાં જાહેર રોડ પર યુવકે પોતે બનાવેલી ધર્મબહેનને છરી બતાવી અડપલા કર્યા હતા અને પ્રેમસંબધ બાંધવા દબાણ કર્યું હતું.
વધુમાં વાંચો: હાલોલમાં 17 વર્ષની સગીરા પર 3 નરાધમોએ આચર્યું દુષ્કર્મ, પોલીસે કરી ધરપકડ
વાડજમાં ધર્મની બહેનને પ્રેમસંબંધ માટે દબાણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. પાડોશમાં રહેતા સંજય મહેશભાઈ પરમારએ 14 વર્ષની સગીરાને ધર્મની બહેન બનાવી હતી. ગઈકાલે બપોરે સગીરા સ્કૂલેથી છૂટી અને ઘરે ચાલતાં જઈ રહી હતી. ત્યારે એક્ટિવા પર સંજય તેના બે મિત્ર સાથે આવ્યો હતો. સગીરાના શરીરે અડપલા કરી ગળા પર છરી રાખી હતી અને પ્રેમસંબંધ રાખવા જણાવ્યું હતું. બીજી તરફ સરદારનગર વિસ્તારમાં ચીકન શોપ પર પાંચ વર્ષની બાળકી સાથે અડપલા કર્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જોકે આરોપીની પોલીસે ધરપકડ કરી બાળકીનો બચાવ કરાવ્યો હતો.
વધુમાં વાંચો: સુરતના 54 વિદ્યાર્થીઓ નહીં આપી શકે બોર્ડની પરીક્ષા, વાલીઓમાં ભારે રોષ, કરી તોડફોડ
સરદારનગરમાં રહેતી 5 વર્ષની બાળકી ગઈકાલે 20 રૂપિયા લઈ અને બાજુમાં આવેલી ચીકનની દુકાને ચિકન લેવા ગઈ હતી. દુકાનમાં હાજર સીરાજ કુરેશી નામના યુવકે બાળકીને અંદર લઈ જઈ તેના મોઢામાં પોતાનું મોઢું નાખી દીધું હતું. તેમજ બાળકીના ગુપ્ત ભાગે હાથ ફેરવ્યો હતો. 5 મિનિટમાં બાળકી પરત ન આવતા માતા દુકાને ગઈ હતી. બાળકીની માતાએ યુવકને રંગેહાથ ઝડપી લીધો હતો. આ દરમિયાન આસપાસના લોકો અને દુકાન માલિક આવી જતા યુવકને મેથીપાક ચખાડ્યો હતો. યુવક લોકોના હાથમાંથી છટકી નાસી જવામાં સફળ રહ્યો હતો.
વધુમાં વાંચો: કાલુપુરના સ્વામી પરણિત મહિલાને લઇને ફરાર થતા પરિવારના સભ્યોનો હોબાળો
સરદારનગર પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી આરોપી સીરાજ કુરેશીને ઝડપી લીધો હતો. અમદાવાદમાં આ પ્રકારની ઘટના અવારનવાર બનતી જોવા મળે છે. એકતરફ મહિલા સુરક્ષા માટે હેલ્પલાઇનો શરૂ કરવામાં આવી છે પણ તે હેલ્પલાઇઈનના સ્ટાફ દ્વારા દરેક વિસ્તારમાં જઇને સાવચેતીના પગલાં કેવી રીતે લેવા તે બાબતની શીખ આપવામાં આવે તો ચોક્કસથી આ ઘટનાઓમાં ઘટાડો થાય તેવું પણ મનાઇ રહ્યું છે.