હાલોલમાં 17 વર્ષની સગીરા પર 3 નરાધમોએ આચર્યું દુષ્કર્મ, પોલીસે કરી ધરપકડ

ત્રણેય આરોપીઓમાંથી મુખ્ય આરોપી અબ્દુલ હક મકરાણીએ સગીરાની છેડતી કરી ઘટના સ્થળે જ સગીરાને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બળજબરી પૂર્વક શરીર સુખ માણ્યું હતું.

હાલોલમાં 17 વર્ષની સગીરા પર 3 નરાધમોએ આચર્યું દુષ્કર્મ, પોલીસે કરી ધરપકડ

જયેન્દ્ર ભોઇ, હાલોલ: દુષ્કર્મની ઘટનાઓ માટે ગુજરાત હવે જાણે કે એ.પી.સેન્ટર બની ગયું હોય તેમ લાગે છે. કારણ કે છાસવારે બનતી દુષ્કર્મની ઘટનાઓ રોજે રોજ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે આવી જ એક સગીરા પર દુષ્કર્મની ચકચારી ઘટના પંચમહાલના હાલોલમાં બનવા પામી છે.જેમાં ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીઓ ની ધરપકડ કરી લીધી છે.

પંચમહાલ જિલ્લાના ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક જંગલ વિસ્તારમાં એક 17 વર્ષની સગીરા પોતાના મિત્ર સંજને મળવા ગઇ હતી. એકાંતમાં મળી રહેલા આ બંને આસપાસ ફરતા અસામાજિક તત્વોએ સગીરા અને તેના મિત્રના ફોટા અને વીડિયો મોબાઇલમાં ઉતાર્યા બાદ સગીરા પાસે અઘટિત માંગણી કરી હતી. ત્રણેય આરોપીઓમાંથી મુખ્ય આરોપી અબ્દુલ હક મકરાણીએ સગીરાની છેડતી કરી ઘટના સ્થળે જ સગીરાને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બળજબરી પૂર્વક શરીર સુખ માણ્યું હતું.

તે દરમિયાન સગીરાના મિત્ર સંજયે વિરોધ કરવાનો પ્રયત્ન કરતા અન્ય બે આરોપીઓ બિલાલ મહંમદ મકરાણી મકરાણી અને અખ્તરહુસેન તાઇ બંનેએ ભેગા મળી ને સંજયને પકડી રાખ્યો હતો. ત્રણેય આરોપીઓએ ભેગા મળીને સગીરા અને તેના મિત્ર સાથે મારઝૂડ કરી અને તેઓ પાસે રહેલા મોબાઇલ પણ લૂંટી લીધા હતા.

હાલોલ અને તેની આસપાસના જંગલ વિસ્તારમાં વારંવાર આવી ઘટનાઓ તો બનતી હશે. પરંતુ ભોગ બનનાર સગીરાએ હિમ્મત કરી પોતાના માતા સાથે વાત કરી સમગ્ર ઘટના અંગે હાલોલ ટાઉન પોલીસને ઘટનાની જાણ કરી હતી. પોલીસે ઘટનાની ગંભીરતા સમજી રાતોરાત ફરિયાદ નોંધી ઘટના સ્થલે મુલાકાત કરી ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસે સગીરા અને તેના મિત્ર કે જે આ સમગ્ર ઘટનાનો પ્રત્યક્ષદર્ક્ષી છે. તેમની પાસેથી ઘટના અંગેની પ્રાથમિક માહિતી મેળવી હતી અને ત્રણેય આરોપીઓ ના ટૂંકા નામ મેળવી તેના આધરે આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જોકે પોલીસે ઘટનાના ગણતરીના કલાકોમાં મુખ્ય સૂત્રધાર અબ્દુલ હક મકરાણી (ઉ.વ 18) સાથે આ ઘટનાને અંજામ આપવામાં મદદ કરનાર અન્ય બે આરોપીઓ સૈયદઅલી તાઇ (ઉ.વ 18) અને બિલાલ મહંમદ મકરાણી (ઉ.વ 21)ને ઝડપી પાડ્યા છે.

આ ઘટના સંદર્ભે ડીવાયએસપી સહીતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. એફ.એસ.એલ સહીતની ટિમો દ્વારા પુરાવાઓ એકઠા કરી વધુ તપાસ હાથ ધરી હતી અને ઝડપાયેલા ત્રણેય આરોપીઓને ઘટના સ્થળે ઢસડી જઇ સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરવ્યું હતું. હાલ હાલોલ ટાઉન પોલીસ સગીરાના મેડિકલ ચેકઅપની કાર્યવાહી હાથ ધરી આરોપીઓ વિરૂદ્ધ બળાત્કાર, લૂંટ અને અપહરણની ધારાઓ લગાવી ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news