કેતન બગડા/અમરેલી : શહેરના જાફરાબાદ તાલુકામાં આવેલ વઢેરા ગામમાં નજીવી બાબતે બોલાચાલી થયા બાદ મોડી રાતે 3 શખ્સો દ્વારા છરીનાં ઘા અને ધોકા વડે માર મારી ગામની બજારમાં સરાજાહેર હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. ગામમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બસ હવે આ જ બાકી હતું! એવી વસ્તુની ચોરી તમે પણ કહેશો આતો રેવા દીધુ હોત યાર...


અમરેલી જિલ્લામાં આવેલ જાફરાબાદ તાલુકાના વઢેરા ગામમાં ગઈ કાલે મોડી રાતે જાફરભાઈ નામના પૌત્ર અને આરોપી પિતા અને 2 બે પુત્રો વચ્ચે કેટલાક લોકોને સામાન્ય બોલાચાલી થઈ હતી, તેનું મનદુઃખ રાખ્યા બાદ આરોપીઓ દ્વારા અપશબ્દ બોલતા મૃતક જુસબ મન્સૂરી દ્વારા અપશબ્દ ન બોલવાનું કહેતા આરોપી પિતા જસાભાઈ બાબુભાઇ વાઘેલા, પુત્ર વિનોદભાઈ જસાભાઈ વાઘેલા, પુત્ર રાકેશભાઈ જસાભાઈ વાઘેલા ઉશ્કેરાય જતા જાહેરમાં લાકડું અને છરીના ઘા કરી હુમલો કર્યો હતો. ત્યારબાદ જુસબ મન્સૂરીને લોહિયાન હાલતમાં જાફરાબાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 


રથયાત્રા અગાઉ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે CM ની બેઠક, તંત્ર સ્ટેન્ડ ટુ


જ્યાં સારવાર દરમિયાન મોત નિપજતા મામલો હત્યામાં પલટાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જતા આરોપી મોડી રાતે ફરાર થયા ઘટનાની જાણ થતા જાફરાબાદ પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સહિત પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા. જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી હતી. હત્યા બાદ વઢેરા ગામમાં સન્નાટો વ્યાપી ગયો હતો. ઘટનાની ગંભીરતા દાખવી એસપીની સૂચના બાદ કાયદો વ્યસવ્થાની સ્થિતિ જળવાય રહે તે માટે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. 


250 વર્ષથી નિકળતી અમદાવાદ કરતા પણ જુની રથયાત્રામાં ભગવાન બહેન-ભાઇ વગર નિકળે છે નગરચર્યાએ!


પોલીસે આ મામલો ખુબ ગંભીરતા પૂર્વક લીધો આરોપીને ઝડપી પાડવા માટે જુદી જુદી દિશામાં ટિમો બનવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આરોપીને ઝડપી પાડવા માટેની કવાયત શરૂ કરી હતી. આજે આરોપી બંને પુત્રોની પોલીસ દ્વારા ધરપકડ કરી લીધી છે. આરોપી પિતા જસાભાઈ વાઘેલાની શોધખોળ હાથ ધરી છે. આ ઝડપાયેલ બને આરોપી પુત્રોની પોલીસ દ્વારા પુછપરછ શરૂ કરાય છે.


GUJARAT CORONA UPDATE: CM ભુપેન્દ્ર પટેલ સહિત નવા 529 કેસ, 408 દર્દી સાજા થયા


સમગ્ર ઘટનામાં આ બંને આરોપી પુત્રો હાલ 20 વર્ષ આસપાસના છે. સૌથી નાની ઉંમરે પોલીસ ગિરફ્તમાં આવી ચુક્યા છે. જો કે તે અન્ય દિશામાં આગળ વધે તે પહેલા હત્યાના ગંભીર ગુન્હામાં આવી જતા તેમને જેલવાસ કરવી પડશે. બંને આરોપીને આવતી કાલે પોલીસ કોર્ટ સમક્ષ રજૂ કરી વધુ રિમાન્ડની તજવીજ હાથ ધરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube