સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાન પહોંચાડતો, મૂળ જામનગરના એક શખ્સની દિલ્હીથી ધરપકડ
ગુજરાત એટીએસે જામનગરના મૂળ નિવાસી સકલેનની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. સકલેન ભારતીય સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલવાના ષડયંત્રમાં સામેલ હોવાનું સામે આવ્યું છે.
ઉદય રંજન, અમદાવાદઃ પાકિસ્તાની આર્મી અથવા એજન્ટ સાથે મળીને ભારતીય આર્મીની ગુપ્ત માહિતી અને જમ્મુ-કાશ્મીર એરપોર્ટની માહિતી મોકલવાના કાવતરામાં મદદ કરનાર જામનગરના એક આરોપીની ગુજરાત એટીએસની ટીમે ધરપકડ પૂછપરછ હાથ ધરી છે.
ગુજરાત એટીએસે થોડા સમય પહેલા આણંદના તારાપુર ખાતે રહેતા લાભશંકર દુર્યોધન મહેશ્વરી જાસૂસીના કેસમાં ધરપકડ થઈ હતી. જે ગુનામાં સામેલ મૂળ જામનગરના આરોપી સકલૈન ઉમર દાઉદની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. જામનગરના ભાડેલા માતમ ચોકમાં રહેતા સકલૈન ઉમર દાઉદની એટીએસએ ધરપકડ કરી છે. આ સમગ્ર કૌભાંડમાં સકલૈનની મુખ્ય ભૂમિકા સામે આવી છે.
સકલૈન જે સીમકાર્ડ ખરીદ્યુ હતું તે પાકિસ્તાન પહોંચ્યું હતું. સકલૈને સિમકાર્ડ ખરીદ્યા બાદ જામનગરના અસગર આજીભાઈ મોદી ને આપ્યું હતું. અસગરે સિમકાર્ડ તેના ફોનમાં એક્ટિવેટ કર્યું હતું. આ સિમમાં વોટ્સ એપ અપડેટ કરવા માટે આરોપીઓએ આણંદના તારાપુર ખાતે રહેતા લાભશંકર દુર્યોધન મહેશ્વરીને મોકલી આપ્યું હતું. સીમકાર્ડમાં વોટ્સએપ એક્ટિવેટ કરવા માટેનો ઓટીપી તેની પાસેથી પાકિસ્તાનમાં બેઠેલા વ્યક્તિને મોકલ્યો હતો. સકલૈન ઉમર દાઉદનો સિમકાર્ડ ખરીદવામાં રોલ હોવાની વિગતો તપાસમાં સામે આવી છે.
આ પણ વાંચોઃ ભૂપત ભાયાણીને વિવાદિત નિવેદન પડશે ભારે! કેન્દ્રીય ચૂંટણી પંચને મોકલાયો રિપોર્ટ
સીમકાર્ડમાં વોટ્સએપ અપડેટ કર્યા બાદ પાકિસ્તાની એજન્ટને મોકલવામાં આવ્યું હતું. આ સીમકાર્ડનો ઉપયોગ પાકિસ્તાનમાં બેઠેલા શખ્સે કર્યો અને જમ્મુ-કાશ્મિર ખાતે આવેલ એરફોર્સ સ્ટેશન ખાતે સિપાહી તરીકે ફરજ બજાવતા સંતોષકુમાર ઉર્ફે સિન્ટુ સિતારામ ભાટીયા જવાનને એકઝામ અપડેટ 2022-23 ના મેસેજની આડમાં માલવેર વાયરસ મોકલ્યો હતો. એરફોર્સ, જવાને મેસેજને ઓપન કરતા જ તેના ફોન ના એકસેસ પાકિસ્તાનમાં બેઠેલા શખ્સ પાસે આવી ગયા હતા.
જે સીમકાર્ડ ના વોટ્સએપ નંબર નો ઉપયોગ પાકિસ્તાનમાં બેઠેલા આર્મી જવાન, જાસૂસ કે આમીના એજન્ટ દ્વારા એરફોર્સ જવાનના ફોનનો એકસેસ મેળવવા માટે થયો હતો. એરફોર્સ જવાનના ફોનના એક્સેસ મેળવી આરોપીઓએ અનઅધિકૃત રીતે કમ્પ્યુટર રિસોર્સમાં પ્રવેશ મેળવી ભારતીય આર્મીની ગુપ્ત માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આમ સુરક્ષાને જોખમમાં નાંખવાના ઇરાદાથી થયેલા ગંભીર ગુના અંગે ગુજરાત એટીએસએ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. આ ગુનામાં અસગર, લાભશંકર અને મો.સકલૈન સહિત ત્રણ આરોપી પકડાયા છે. અન્ય ફરાર આરોપી ઓને પકડવા માટે એટીએસ દ્વારા વધુ તપાસ ચાલુ છે.