માસ્ક કે દંડ કી બાત કી તો કાટ ડાલુંગા, મુસ્તુફાએ PSI ની કોલર પકડી લીધી અને...
શાહપુર અને દરિયાપુર સહિતનાં વિસ્તારો અનેક વખત વારંવાર માસ્ક હોય કે કોઇ અન્ય મુદ્દે પોલીસ સાથે ઘર્ષણના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે.
અમદાવાદ : શાહપુર અને દરિયાપુર જેવા વિસ્તારોમાં નાગરિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સામાન્ય બાબત છે. અહીં અવારનવાર કોઇના કોઇ મુદ્દેન મોગરિકો વચ્ચે ઘર્ષણ થતું રહે છે. જો કે આ વખતે માસ્ક મુદ્દે માથાકુટ થતા એક વ્યક્તિએ પીએસઆઇને ધમકી આપી હતી. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર શાહપુરમાં PSI એ ચાલુ વાહને માસ્ક પહેર્યો નહોતો અને મોબાઇલ પર વાત કરતો કરતો જઇ રહ્યો હતો. પોલીસે યુવકને રોકીને માસ્ક માટે દંડ ભરવાનું કહેતા ઉશ્કેરાયેલા યુવકે પોલીસ સબ ઇન્સપેક્ટર સાથે માથાકુટ કરી હતી.
અરેરાટીભર્યો કિસ્સો, ખેતરમાં કામ કરતા કુંકણી મશીનમાં ખેંચાઈ ગયો યુવકનો પગ!!!
યુવકે પીએસઆઇને ધમકી આપતા જણાવ્યું કે, જો ઉખાડના હે વો ઉખાડ લો લેકીન માસ્ક કા દંડ ભરને કી બાત કી તો કાટ ડાલુગાં. જેના પગલે શાહપુર પોલીસે આ આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ આદરી છે. શાહપુર પોલીસ સ્ટેશનનાં PSI એસ.એમ સિસોદીયા પોતાના સ્ટાફ સાથે માસ્ક વગર ફરી રહેલા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા હતા. ત્યારે મિરઝાપુર સેન્ટ ઝેવિયર્સ શાળા નજીક એક એક્ટિવા ચાલક માસ્ક વગર ચાલુ વાહને મોબાઇલ ફોન પર વાત કરતો કરતો જઇ રહ્યો હતો.
CAT 2020 result: 99.99 પર્સન્ટાઈલ સાથે સુરતના ઋષિ પટેલે ટોપ-25 માં સ્થાન જમાવ્યું
પોલીસે એક્ટિવા સાઇડમાં ઉભી રખાવીને માસ્ક કેમ નથી પહેર્યું અને ચાલુ ગાડીએ ફોન પર વાત કેમ કરે છે તેમ પુછતા યુવક ઉશ્કેરાયો હતો. પોલીસ સાથે અયોગ્ય ભાષાણાં વર્તન ચાલુ કર્યું હતું. પોલીસે આરોપીનું નામ પુછતા યુવકે ઉદ્ધતાઇ ભર્યો જવાબ આપ્યો હતો. અમદાવાદ શહેરનો છું મારુ નામ જાણશો તો અહીં ઉભા નહી રહો. તેમ કહીને માથાકુટ ચાલુ કરી હતી. તેને પોલીસ સ્ટેશન લઇ જવાયો હતો.
મહાભારતકાળથી ખવાય છે પાણીપુરી, આ રીતે દ્રોપદીએ પાંડવો માટે બનાવી હતી પાણીપુરી
જ્યાં તેની પુછપરછ કરતા તેનું નામ સઇદખાન મુસ્તુફાખાન પઠાણ (રહે. લલ્લુ રાયજીનો વંડો, મિર્ઝાપુર) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આરોપી યુવક વિરુદ્ધ ગુનો નોંધી પોલીસ કામગીરીમાં રૂકાવટ સહિતની કલમ અનુસારની કાર્યવાહી કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube