ગૌરવ દવે/રાજકોટ :હાલ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે છે. તેમણે ગઈકાલે રાજકોટમાં સભા ગજવી હતી. તો સાથે જ રાજકોટ ખાતે ખોડલધામ રાસોત્સવમાં હાજરી આપી હતી. કેજરીવાલના આગમન સમયે એક ટીખળખોર શખ્સે તેમના પર પાણીની બોટલનો ઘા કર્યો હતો. ખોડલધામ રાસોત્સવમાં કેજરીવાલ આવી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટના ખોડલધામના નોર્થ ઝોનના દાંડિયામાં મહેમાન બન્યા હતા. સૌરાષ્ટ્ર-કચ્છમાં સભા બાદ તેઓ રાજકોટ પહોંચ્યા હતા. જ્યાં તેમણે રાસગરબાના ઉત્સવમાં હાજરી આપી હતી. આ સમયે ટીખળખોરે પાણીની બોટલ ફેંકી હતી પરંતુ તે કેજરીવાલની ઉપરથી પસાર થઈ ગઈ હતી. મા અંબાની આરતી કરી કેજરીવાલે પાટીદારો સાથે બેઠક પણ યોજી હતી.


આ પણ વાંચો : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીજીના જન્મસ્થળ પોરબંદર પહોંચી બાપુને આપી શ્રદ્ધાંજલિ


તો બીજી તરફ, નીલ સીટી ક્લબ ખાતે પંજાબના CM ભગવંત માને હાજરી આપી હતી અને તેમણે ખેલૈયાઓને ઉત્સાહિત કરવા માટે પંજાબી સ્ટાઇલમાં રાસ લીધા હતા. તો સાથે જ ભગવંત માને પણ નીલ સીટી કલબના દાંડિયામાં ગુજરાતી સ્ટાઈલમાં ગરબા લીધા હતા.



ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે બે સ્થળે જાહેર સભા સંબોધશે. તેઓ સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં ચૂંટણી પ્રચાર કરશે. ભગવંત માન અને કેજરીવાલ જનતાને સંબોધશે અને સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં વધુ ગેરન્ટીની જાહેરાત કરશે. હાલ અરવિંદ કેજરીવાલ બે દિવસના ગુજરાત પ્રવાસે છે.