ઝી બ્યુરો/વડોદરા: રાજ્યમાં અનેક અકસ્માતો થતા હોય છે, જેમાં અનેક નિર્દોષ લોકો પોતાની જિંદગી ગુમાવતા હોય છે, ત્યારે વડોદરાના કરજણમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. વડોદરાના કરજણમાં કાર ચાલકે મેડિકલ સ્ટુડન્ટ યુવતીને અડફેટે લેતા યુવતીનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું છે. આ ઘટના કરજણ- આમોદ માર્ગ પર આવેલ સુમેરૂ તીર્થ નજીક બની હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલે કહ્યું; આ આગાહીથી બચીને રહેજો, જાણો ક્યારે આવશે વાવાઝોડું? ક્યાં મચશે તબાહી


આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, કરજણ - આમોદ માર્ગ પર આવેલ સુમેરૂ તીર્થ પાસે શ્રી માલિની કિશોર સંધવી મેડિકલ કોલેજમાં પહેલા વર્ષમાં B.H.M.S. માં અભ્યાસ કરતી 17 વર્ષીય યુવતી ભોગ બની છે. અકસ્માતમાં મૃત પામેલ યુવતી અંદાજિત 17 વર્ષીય લેન્સી મહેતા મૂળ જામનગરની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. જામનગરની લેન્સી મહેતા અનાથ આશ્રમમાં બાળકો સાથે જન્મ દિવસની ઉજવણી કરવા જતા કોલેજની બહાર નીકળી હતી, જ્યાં કરજણ તરફથી આમોદ તરફના માર્ગ પર કાર ચાલકે યુવતીને અડફેટે લઈ કાર ચાલક કરજણ પોલીસ મથકે હાજર થયો હતો. કાર ચાલકે યુવતીને અંદાજિત 5 ફૂટ ફંગોટી હતી.


વિકાસની રાજનીતિ શું હોય એ દેશ-દુનિયાને ગુજરાતે દેખાડ્યું, અમે જનતાએ મુકેલો વિશ્વાસ..


કાર ચાલક ભરૂચ કલેક્ટર ઓફીસ ટુરિઝમ ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. અકસ્માત સર્જાતા કરજણ પોલીસ, ઇમરજન્સી 108 તાત્કાલિક અકસ્માત સ્થળે દોડી આવી હતી. અકસ્માતમાં મૃત પામેલ યુવતી અંદાજિત 17 વર્ષીય લેન્સી પરિમલ મહેતાને કરજણ સામુહિક આરોગ્ય ખાતે PM અર્થે ખસેડાઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.