સુરત: લગ્ન માટેની કંકોત્રી બની યાદગાર, આપ્યો જીવદયાનો અનોખો સંદેશ
લગ્ન યાદગાર રહે તેવું દરેકે યુવક, યુવતી અને તેના પરિવારજનો ઇચ્છતા હોય છે. લોકો લગ્નોમાં લખલુંટ ખર્ચાઓ કરે છે. લગ્નોમાં ફટાકડા, ડેકોરેશન, જાન, જમણવાર અને કપડાં પાછળ પણ લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે. ખાસ કરીને લગ્નનાં આમંત્રણ આપવા છપાતી કંકોત્રી પાછળ પણ લોકો હજારો રૂપિયાનો ખર્ચો કરે છે. ત્યારે સુરતમાં રહેતાં એક યુવાને તેના લગ્ન માટે અનોખી કંકોત્રી છપાવી છે, અને જીવદયાનો સંદેશો પણ આપ્યો છે.
તેજશ મોદી/સુરત: લગ્ન યાદગાર રહે તેવું દરેકે યુવક, યુવતી અને તેના પરિવારજનો ઇચ્છતા હોય છે. લોકો લગ્નોમાં લખલુંટ ખર્ચાઓ કરે છે. લગ્નોમાં ફટાકડા, ડેકોરેશન, જાન, જમણવાર અને કપડાં પાછળ પણ લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે. ખાસ કરીને લગ્નનાં આમંત્રણ આપવા છપાતી કંકોત્રી પાછળ પણ લોકો હજારો રૂપિયાનો ખર્ચો કરે છે. ત્યારે સુરતમાં રહેતાં એક યુવાને તેના લગ્ન માટે અનોખી કંકોત્રી છપાવી છે, અને જીવદયાનો સંદેશો પણ આપ્યો છે.
આ લગ્નની કંકોત્રી છે, તમને ભરોસો નહીં થાય, પરંતુ આ વાત સાચી છે. આમ તો આ વાત તમને ઘણી સામાન્ય લાગશે. એક પુઠ્ઠા પર વરવધુનાં નામ લખેલા છે, લગ્નની તિથી લખેલી છે. લગ્નમાં પધારવા સૌને ભાવભીનું આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે..પણ આ કંકોત્રી કોઇ સામાન્ય કંકોત્રી નથી. આ આમંત્રણને જરા ધ્યાનથી જોશે તો તેમાં મુંગા પક્ષીઓ માટેનો પ્રેમ પણ તમને જોવા મળશે.
અરવલ્લી: અતિવૃષ્ટીને કારણે જિલ્લામાં 2 લાખ હેક્ટર જમીનમાં કરેલો પાક નિષ્ફળ
આજનાં સમયમાં સિમેન્ટ કોંક્રીટનાં જંગલો વધી ગયા છે. જેનાં કારણે વૃક્ષોની સંખ્યા ખુબ જ ઓછી થઇ ગઇ છે. જેનાંથી પક્ષીના માળા માટે પણ જગ્યા રહી નથી. પહેલાં શહેરોમાં ચકલીનાં ઝુંડ દેખાતા હતાં. પણ વૃક્ષોનું નિકંદન થતાં ચકલીની વસ્તી ખુબ ઘટી ગઇ છે. જેથી શહેરોમાં ચકલીના માળાની સંખ્યા વધારવા સુરતમાં રહેતાં પટેલ પરિવારે પહેલ કરી છે. તેમણે કંકોત્રીના રૂપમાં ચકલીનો માળો વહેચવાનો નિર્ણય કર્યો છે.
અમિત ચાવડાના રાજીનામાં અંગે થયેલા વાયરલ મેસેજ મામલે કોંગ્રેસના જયેશ ગેડિયા સસ્પેન્ડ
પત્રિકા વહેંચવા જતાં સંબંધીઓ અને મિત્રો પણ આ યુનિક કંકોત્રી જોઇને ખુબ ખુશ થયાં..સામાન્ય રીતે ઘરમાં આવતી કંકોત્રીઓ લગ્ન પુરા થયે પસ્તીમાં જ જતી હોય છે..ત્યારે પક્ષીનાં માળામાં ફેરવાઇ જતી આ કંકોત્રી લોકોને એટલી પસંદ આવી જાય છે જેથી તેઓ તેને સહર્ષ સ્વીકારે છે. આ કંકોત્રી 500 જેટલા સંબંધીઓને મોકલવામાં આવી છે, જેમાં પહેલી કંકોત્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને મોકલવામાં આવી છે.
વડોદરા: ડભોઇ ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાની પુત્રી પર જાહેરમાં હુમલો
રાહુલના લગ્નની કંકોત્રી બનાવતા પહેલા તેની માતાને વાત કરી હતી, જોકે માતાએ પહેલા તો આ વાતને નકારી કાઢી હતી, સમાજમાં લોકો આવી કંકોત્રી વિશે શું કહેશે તેવું વિચારી માતાનું મન ન હતું, જોકે રાહુલે જ્યારે કંકોત્રી બન્યા બાદ માતાને બતાવી તો માતા ખુશ થઈ ગઈ હતી.
કહેવાય છે કે, એક વિચાર દુનિયા બદલી શકે છે, ભલે દુનિયા ન બદલાય પરંતુ થોડા લોકો પણ તેના કારણે કંઈક સારું વિચારતા થાય તે ઉદ્દેશથી જ રાહુલે આ લગ્નની જીવન સાથે જોડાયેલી કંકોત્રી ચલકી ઘર રૂપે બનાવવાનું નક્કી કર્યું હતું, જેને કારણે લોકોને તેના લગ્ન યાદ રહેશે અને ચકલીને એક ઘર મળી જશે.
જુઓ Live TV:-