વડોદરા: ડભોઇ ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાની પુત્રી પર જાહેરમાં હુમલો

શહેરના દાંડિયા બજાર પાસે ભાજપના ધારાસભ્યની દિકરી પર હુમલો થતા ચકચાર મચી છે. ડભોઇના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાની પુત્રી રતી મહેતા પર હુમલો થયો હતો. ત્યારે સામાન્ય જનતાતો ઠીક પણ ધારાસભ્યની દિકરી પર પણ જાહેરમાં હુમલાઓ થઇ રહ્યા છે.   

Updated By: Oct 7, 2019, 05:47 PM IST
વડોદરા: ડભોઇ ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાની પુત્રી પર જાહેરમાં હુમલો

રવિ અગ્રવાલ/વડોદરા: શહેરના દાંડિયા બજાર પાસે ભાજપના ધારાસભ્યની દિકરી પર હુમલો થતા ચકચાર મચી છે. ડભોઇના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાની પુત્રી રતી મહેતા પર હુમલો થયો હતો. ત્યારે સામાન્ય જનતાતો ઠીક પણ ધારાસભ્યની દિકરી પર પણ જાહેરમાં હુમલાઓ થઇ રહ્યા છે. 

ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાની પુત્રી રતી મહેતા જ્યારે વડોદરાની દાંડિયા બજાર ખાતે જઇ રહી હતી ત્યારે 7 લોકોના ટોળાએ રતી મહેતાને ઘેરી લઇને તેના પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. શહેરમાં આ સ્થળ પર અનેક વાર લુખ્ખા તત્વોનો ત્રાસ હોવાથી સ્થાનિક લોકો દ્વારા પણ અનેક વાર રજૂઆત કરવામાં આવી છે.

ગેહલોતે આપેલા દારૂ અંગેના નિવેદન પર BJPના કાર્યકરો ભડક્યા, કર્યુ પૂતળા દહન

પોતાની દિકરી પર જાનલેવા હુમલો થવાને કારણે ધારાસભ્ય શૈલેષ મહેતા રાવપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશન પહોંચેલા ધારાસભ્ય અને તેમની પુત્રી રતી મહેતાએ હુમલો કરનાર 7 લોકો વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે લુખ્ખા તત્વોને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે.

જુઓ Live TV:-