પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં વધુ એકનું ચોથા માળેથી પટકાતાં મોત નિપજ્યું છે. ઉધના ઉદ્યોગ નગર ખાતે નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરતા આધેડનું ચોથા માળેથી પટકાતાં મોત થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આધેડ વતન ઉત્તરપ્રદેશથી 10 દિવસ પહેલા જ સુરત રોજગારી અર્થે આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં શું ફરી શક્તિશાળી 'તૌકતે' વાવાઝોડા જેવો છે ખતરો? તો આ વિસ્તારોનું આવી બનશે


મૂળ ઉત્તરપ્રદેશના રાય બરેલીનાં વતની 53 વર્ષીય શિવપ્રસાદ રામપાલ 10 દિવસ પહેલા રોજગારીને લઈને સુરત આવ્યા હતા. ઉધના ઉદ્યોગ નગર ખાતે આવેલી નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરી રહ્યા હતા. આજે શિવપ્રસાદ બિલ્ડિંગમાં ચોથા માળે ફોનમાં વાત કરી રહ્યા હતા. દરમિયાન અચાનક ચોથા માળેથી નીચે પટકાયા હતા.


રાકેશનાથજી મહંતનું હાર્ટએટેકથી નિધન: ભક્તોમાં શોકની લાગણી, સોમવારે અંતિમ સંસ્કાર


શિવ પ્રસાદ ચોથા માળેથી પટકાતાં સાથી કામદારો દોડી આવ્યા હતા. ત્યારબાદ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, ફરજ પરના તબીબે શિવપ્રસાદને મૃત જાહેર કર્યા હતા. જેથી સાથી વતનવાસીઓમાં પણ શોકનો માહોલ છવાઇ ગયો હતો. હાલ તો વતનવાસીઓ દ્વારા મૃતદેહને વતન ખસેડવાની તૈયારી કરવામાં આવી છે. એકના એક સંતાને પિતાની છત્રછાયા ગુમાવી છે. 


કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યો! બનાસકાંઠાના આ કરૂણ દ્રશ્યો કાળજુ કપાવી નાંખશે


શિવ પ્રસાદ 10 દિવસ પહેલા જ એકલા રોજગારી માટે સુરત આવ્યા હતા. શિવપ્રસાદનો પરિવાર વતનમાં જ રહે છે. તેને એક સંતાન પણ છે. શિવપ્રસાદનું મોત થતાં પરિવારમાં પણ શોકનો માહોલ સર્જાયો છે. શિવ પ્રસાદના મૃતદેહને વતન લઈ જવામાં આવ્યો છે. 


LIC ની ધાંસૂ પોલિસી! બચત પર મળશે 25 લાખ રૂપિયા, મૃત્યું થાય તો નોમિનીને 125% વળતર