ચેતન પટેલ/સુરત: પાંડેસરા વિસ્તારમાં એક આધેડનું શંકાસ્પદ મોત નિપજતા આધેડના પરિવારના લોકો અને લુમ્સ ખાતાના માલિક વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. લુમ્સ ખાતામાં કામ કરતા આધેડનું નોકરી પર જ મોત થયું હતું. જોકે લુમ્સ માલિક દ્વારા બીજા દિવસે જાણ કરતા પરિવારમાં રોષ ફાટી નીકળ્યો છે. આ સાથે જ મૃતદેહ સ્વીકારવાની મનાઈ કરી દીધી છે. જ્યારે સિવિલ ખાતે લુમ્સ માલિક પહોંચતા ઘર્ષણ સર્જાયું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહીં કોઈની ખુરશી સલામત નથી! કદાવર નેતાનું સન્માન પણ ન જાળવ્યું, 2 દિવસમા ખુરશી ખેંચી


સુરતના પાંડેસરા વિસ્તારમાં 49 વર્ષીય મઠલ્લુ સિંગ રામદેવ સિંગ પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પત્ની, બે દીકરા અને એક દીકરી છે. મઠલ્લુ સિંગ પાંડેસરા વિસ્તારમાં આવેલી યુનિટી ઇન્ડસ્ટ્રીમાં લુમ્સ ખાતામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત 30મી ઓગસ્ટના રોજ નાઈટ પાળીમાં કામ પર ગયા હતા. 31મીની સવારે શેઠે ખાતું બંધ કર્યું ત્યારે મઠલ્લુ બહાર જ હતો. દરમિયાન તેનું મોત થયું હોવાની શંકા છે. જોકે 6 કલાક બાદ પરિવારને જાણ કરવામાં આવી હતી. લાવારિસ તરીકે મૃતદેહને સિવિલ મોકલી પોસ્ટમોર્ટમ પણ કરી દેવામાં આવ્યું હોવાનું પરિવારે જણાવ્યું હતું. જોકે લુમ્સ ખાતાના માલિક સિવિલ ખાતે આવ્યા જ ન હતા.


રાજકોટ એમ્સના પ્રમુખ પદેથી ડૉ. કથીરિયાનું રાજીનામું; સરકારને એકાએક કેમ થયો મોહભંગ?


રિવારજનોએ જણાવ્યું હતું કે, અમારે ન્યાય જોઈએ. પોલીસ કાર્યવાહી ન કરે ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વીકારીએ. દરમિયાન લુમ્સ ખાતાનો માલિક સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. દરમિયાન પરિવારજનો અને શેઠ વચ્ચે ઘર્ષણ થયું હતું. શેઠને ધક્કે ચડાવ્યા હતા. દરમિયાન અન્ય લોકોએ વચ્ચે પડી તમામને અલગ કર્યા હતા.


Baba Venga Prediction: બાબા વેંગાની સૌથી ભયાનક ભવિષ્યવાણી! થઈ શકે છે આવા હાલ


પરિવારજનોએ જણાવ્યું હતું કે, મઠલ્લુ સિંગ પરિવારમાં આર્થિક સહારો હતા. બે મહિના બાદ જ તેમની એકની એક દીકરીના લગ્ન થવાના છે. જોકે એ પહેલા જ મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. આ સાથે જ ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. હાલ તો પોલીસે પરિવારના નિવેદન લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. 


ગુજરાતીઓ સાચવજો! ઈ-મેમો ભરવા જતાં ક્યાંક છેતરાઈ ન જતાં, ટ્રાફિક વિભાગે કર્યો ખુલાસો