નવનીત દલવાડી/ભાવનગર: ભાવનગર શહેરના ધોબી સોસાયટીમાં રહેતા આધેડનું હાર્ટ એટેક આવતા મોત થયું છે, ધોબી સોસાયટી વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન માટે નોટિસ આપવામાં આવી હતી. જેના કારણે માનસિક તાણ અનુભવતા આધેડની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેઓનું મોત નીપજ્યું હતું. પરિવાર દ્વારા નોટિસના પગલે માનસિક તાણ અનુભવતા તબિયત લથડતા હાર્ટ એટેક આવ્યો હતો જેના કારણે તેઓનું મોત થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અડધા ગુજરાતમાં ફરી થશે આફતનું માવઠું; આ જિલ્લાઓનું આવી બનશે! શુ ઘાતક સાબિત થશે આગાહી


ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં વર્ષોથી અનેક સોસાયટીઓ બનેલી છે અને અહીં હજ્જારો પરિવાર વસવાટ કરી રહ્યા છે. ત્યારે અગાઉ પણ આ વિસ્તારમાં બનાવવામાં આવેલા અનેક મકાનો હટાવવા મનપા દ્વારા નોટિસ પાઠવ્યા બાદ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. અહીં ગૌરીશંકર સોસાયટીથી ફુલસર વિસ્તાર સુધીનો રોડ નીકળતો હોય ત્યાં આવેલી સોસાયટીમાં રસ્તામાં દબાણરૂપ લાગતા મકાનોને મનપા દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે જ્યાં આવેલી ધોબી સોસાયટી, મફતનગર, સહિતની સોસાયટીઓમાં મનપા દ્વારા જગ્યા ખાલી કરવા નોટિસ ફટકારી છે. 


ભાજપના ધારાસભ્યો કોંગ્રેસને કહે છે કે તમે સાચા છો એટલે બોલજો, કોંગ્રી નેતાનું નિવેદન


જ્યાં રહેતા સંજયભાઈ દિહોરા નું મકાન પણ આવતું હોય તેમને પણ મનપા દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી, સંજયભાઈ દિહોરા ના ઘરે દીકરીના શ્રીમંત નો પ્રસંગ હોય એવા સમયે જ મનપા દ્વારા નોટિસ આપતા માનસિક તાણ ના કારણે સંજયભાઈ દિહોરા ની તબિયત લથડી હતી, જેને હોસ્પિટલ લઈ જતા હાર્ટ એટેક આવ્યો હોવાનું નિદાન બાદ સારવાર દરમ્યાન તેઓનું મોત નીપજ્યું હતું. 


IND vs SA: અર્શદીપ-આવેશ બાદ બેટ્સમેનોએ કર્યો કમાલ, ભારતે SA ને ચટાડી ધૂળ


ત્યારે સંજયભાઈ દિહોરા મનપા ની નોટિસ બાદ માનસિક તાણ અનુભવતા હોય તેના કારણે જ તેમને હાર્ટ એટેક આવ્યો હોવાનું અને તેમનું આ કારણે જ મોત થયું હોવાનું પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ યોગ્ય નિર્ણય ના કરવામાં આવે ત્યાં સુધી પરિવારે મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કરી દીધો છે.


જો તમને પણ બ્રા પહેરીને ઉંઘવાની આદત હોય તો જરૂર વાંચી લેજો! જાણો શું કહે છે એક્સપર્ટ