પરણિત મહિલા સાથે પ્રેમીએ માણ્યું શરીરસુખ, લાગણી વશ લાખોનો વહીવટ, પછી શરૂ થયો અસલી `ખેલ`
મૃત્યુ પામનાર પરણિત મહિલા સાથે પ્રેમીએ શારીરિક સબંધ બાંધ્યા બાદ લાગણી વશ બનાવીને પ્રેમિકાના લાખો રૂપિયાના દાગીના લઇ પરત ન કરી બ્લેકમેલ કરવાની ધમકી આપતા છેવટે ત્રાસી મહિલાએ આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી ગઈ છૅ.
ઝી બ્યુરો/પાટણ: શહેરના ખાન સરોવરમાં એક પરણિત મહિલાના આપઘાત બાદ નવો વળાંક આવ્યો છૅ. મૃત્યુ પામનાર પરણિત મહિલા સાથે પ્રેમીએ શારીરિક સબંધ બાંધ્યા બાદ લાગણી વશ બનાવીને પ્રેમિકાના લાખો રૂપિયાના દાગીના લઇ પરત ન કરી બ્લેકમેલ કરવાની ધમકી આપતા છેવટે ત્રાસી મહિલાએ આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી ગઈ છૅ.
એક યુવતી સાથે 4 વ્યક્તિઓ માણી રહ્યા હતા સેક્સ, નિર્દોષને રંગરેલિયા જોવા ભારે પડયા!
પાટણ શહેરના ખાન સરોવરમાં ગત રોજ એક પરણિત મહિલાએ આપઘાત કરી લેતા અનેક તર્ક વિતર્ક ઉભા થવા પામ્યા હતા. ત્યારે મોડી રાત્રે મૃતક મહિલાના પતિએ પાટણ શહેર એ ડીવીજન પોલીસ મથકે તેની પત્નીના અન્ય એક વ્યક્તિ સાથે પ્રેમ પ્રકરણ હોવાના અને તેમાં પ્રેમીએ સોના, ચાંદીના દાગીના પણ મૃતક મહિલા પાસેથી લઇ પરત ન આપતા અને મહિલાના અસલીલ ફોટા ધાક ધમકી આપતા તે ત્રાસ સહન ન કરતા મહિલાએ આપઘાત કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવતા હડકમ મચી જવા પામી છે.
ટોયલેટ શીટ પર 10 મિનિટથી વધુ બેસશો તો થશો આ 4 રોગોના શિકાર, આ રોગ થયો તો...
આ ઘટના અંગે વિગતે જોતા પાટણ શહેર ના દેવનગરી સોસાયટીમાં રહેતા જીગ્નેશ મોદી અને તેમની પત્ની દિક્ષિતા મોદી અને પરિવારમાં બે બાળકો હોઈ થોડા દિવસ અગાઉ પ્રસંગમાં દાગીનાની જરૂરત પડતા પતિ જીજ્ઞેશે ઘરમાં રહેલા તિજોરીમાં દાગીના લેવા જતા અને તે ન મળતા તેમને પરિવાર પાસે દાગીના ક્યાં ગયા તેની પૂછા કરી હતી અને તે અંગે કોઈ ભાળ ન મળતા તેમની પત્ની દિક્ષિતા એ ઘટના અંગેની માહિતી તેના પતિ સમક્ષ કરી હતી. જેમાં મૃતક દિક્ષિતા જે જીમમાં જતી હોઈ જ્યાં મહેશ ઠક્કર સાથે આંખ મળી હતી અને ત્યારબાદ મહેશ ઠક્કર સાથે પ્રેમ પ્રકરણ થયું શરુ થયું હતું.
સરકાર જવાબ આપે! શિક્ષણાધિકારી જ બળાત્કારી આસારામના મોટા 'ભગત',ધારાસભ્ય પણ આરતી ઉતારી
સમય જતા મહેશ ઠક્કરે ક્રિકેટના સટ્ટામાં નુકશાન જતા પ્રેમિકા દિક્ષિતા પાસેથી એક મહિના માટે રૂપિયા માંગ્યા હતા. ત્યારે દિક્ષિતાએ રૂપિયાની જગ્યાએ 67 તોલા સોનુ અને 4.5 કિલો ચાંદી મહેશને આપ્યું હતું અને ત્યારબાદ અવાર નવાર દિક્ષિતાએ દાગીનાની ઉઘરાણી કરી હતી અને ત્યારબાદ મહેશ ઠકકરે દિક્ષિતાને એક ગેસ્ટ હાઉસમાં બોલાવીને બન્નેની સંમતિથી શરીર સુખ માણ્યું હતું અને તેમાં મહેશ ઠકકરે દિક્ષિતાના અશ્લીલ ફોટા પાડી લીધા હતા અને ત્યારબાદ દિક્ષિતાએ દાગીના માંગતા મહેશ ઠકકરે અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આપી બદનામ કરવાની અને ત્રાસ આપી જાનથી મારવાની ધમકી આપી મારવા સુધીનું દુશપ્રેરણા કરતા મહિલાએ પાટણ શહેરના ખાનસરોવરમાં ઝંપલાવીને મોતને વહાલું કર્યું હતું. આ ઘટનામાં મહેશ ઠક્કરે તમામ દાગીના સોનીના ત્યા ગીરવે મૂકી રૂપિયા લીધા હતા. જેનું સોની વેપારી 60 ટકા વ્યાજ વસુલતો હતો તેવો આક્ષેપ પણ મૃતક મહિલાના પતિએ ફરિયાદમાં કર્યો છૅ.
ગુજરાતનું વધુ એક નવુ નજરાણું દુનિયા જોશે, અહીં બનશે પ્રથમ દિવ્યાંગ ઓલ્ડ એજ હોમ
પાટણ શહેરના ખાન સરોવરમાં પરણિત મહિલાએ આપઘાત કર્યો હોવાના સમાચાર મળતા પાટણ શહેર એ ડીવીજન પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને બહાર કઢાવી તેની ઓળખ કરાવી પરિવારની પૂછ પરછ કરી હતી. ત્યારબાદ મૃતક મહિલાના પતિ જીગ્નેશ મોદી દ્વારા પાટણ શહેર એ ડીવીજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મુખ્ય આરોપી મહેશ ઠક્કરને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છૅ, તો આ ઘટનામાં જે પણ સંડોવાયેલ હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની હૈયા ધારણા આપી છૅ.
દૂધની મલાઈ ફેંકવાની ભૂલ ભૂલથી પણ ન કરતા, જાણો ફાયદા અને ઉપયોગ
પાટણમાં પરણિત મહિલાના આડા સબંધોના કારણે આજે મહિલાને જીવન ટૂંકાવવાનો વારો આવ્યો છે, ત્યારે હવે આરોપી મહેશ ઠક્કર જે મહિલા સાથે શારીરિક સબંધો બાદ બ્લેકમેલિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું અને જેના કારણે મહિલાએ બદનામીના બીકથી મરણને વ્હાલુ કર્યું છે ત્યારે હવે જોવાનું છે કે પોલીસ તરફથી કેટલા દિવસોમાં ગુનામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંડોવાયેલ આરોપીઓને કેટલા દિવસોમાં જેલ હવાલે કરે છે.