Daman Murder Case: એક યુવતી સાથે 4 વ્યક્તિઓ માણી રહ્યા હતા શરીરસુખ, શખ્સને અડધીરાત્રે રંગરેલિયા જોવા ભારે પડયા!

મૂળ મુંબઈ અને દિલ્હીના આરોપીઓ હોટલની નજીક આવેલી જગ્યાએ એક ઝુંપડામાં અવારનવાર કોઈ યુવતીને લઈ જઈ અને શરીર સંબંધ બાંધતા હતા. પરંતુ બનાવના દિવસે પણ આરોપીઓ એક યુવતીને લઈ અને બનાવના સ્થળે ગયા હતા, ત્યારે મૃતક ગૌરી શંકરાઈ દલાઈ આરોપીઓને યુવતી સાથે શરીર સંબંધ બાંધતા જોઈ ગયો હતો.

Daman Murder Case: એક યુવતી સાથે 4 વ્યક્તિઓ માણી રહ્યા હતા શરીરસુખ, શખ્સને અડધીરાત્રે રંગરેલિયા જોવા ભારે પડયા!

નિલેશ જોષી/દમણ: અનૈતિક સંબંધોના કારણે હંમેશા નુકશાન થાય છે  જોકે કોઈ અન્યના રંગરેલિયા જોવા પણ ક્યારેક ઘાતકી નીવડે છે, ત્યારે રાજ્યના છેવાડે આવેલા દમણમાં એક ઈસમને અડધી રાતે 4 વ્યક્તિઓના રંગરેલિયા જોવા ભારે પડયા છે. 4 ઈસમો એક મહિલા સાથે રંગરેલિયા કરતા ભૂલથી દેખી જતા મોત મળ્યું છે. ત્યારે શું હતી આખી ઘટના? અને કોની થઇ છે દમણ ના કચીગામમાં હત્યા?

રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણના કચી ગામ વિસ્તારના  છેવાડે આવેલી એક  ઝાડી વિસ્તારમાંથી ગઈ 31મી જાન્યુઆરીના રોજ એક અજાણ્યા વ્યક્તિનો મુતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ મૃતકના શરીર પર અને ગળાના ભાગે તીક્ષણ હથિયારના ઘા ના નિશાન હતા. આથી મૃતકનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું હતું. બનાવની જાણ થતા સંઘપ્રદેશ દમણ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. અને એફએસએલની મદદથી હત્યા કરનાર આરોપીઓ સુધી પહોંચવા દમણ પોલીસે તપાસ હાથ ધરી હતી. 

No description available.

શરૂઆતમાં મૃતકની ઓળખ પણ થઈ શકી ન હતી. પરંતુ ત્યારબાદ દમણ પોલીસે તપાસ કરતા મૃતકની ઓળખ મૂળ ઓરિસ્સાના ગૌરીશંકર દલાઈ નામના વ્યક્તિ તરીકે થઈ હતી. મૃતકની ઓળખ  બાદ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા મૃતક ગૌરીશંકરની  હત્યામાં સામેલ એક સગીર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી તેમને સળિયા પાછળ ધકેલી દીધા હતા. દમણના કચી ગામમાં થયેલ આ સનસનીખેજ હત્યાના આરોપીઓ પોલીસના હાથે લાગતા જ પોલીસ ચોકી ગઈ હતી. કારણ કે તમામ ચાર આરોપીઓ લબરમુછિયા હતા. જેમાં એક આરોપી તો સગીર વયનો હતો. 

પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓની યાદી પર એક નજર કરીએ તો. 1)ભરત  રાઠોડ , 2)શાહનવાઝ અન્સારી, 3)મોહમંદ આરીફ  અને એક આરોપી સગીર છે. આરોપીઓની આગવી ઢબે પૂછપરછ કરતા હત્યાનું કારણ જાણીને ખુદ પોલીસ પણ ચોંકી  ગઈ હતી. કારણ કે આરોપીઓ બનાવના સ્થળ નજીક જ આવેલી એક  હોટેલમાં કામ કરતા હતા. 

મૂળ મુંબઈ અને દિલ્હીના આરોપીઓ હોટલની નજીક આવેલી જગ્યાએ એક ઝુંપડામાં અવારનવાર કોઈ યુવતીને લઈ જઈ અને શરીર સંબંધ બાંધતા હતા. પરંતુ બનાવના દિવસે પણ આરોપીઓ એક યુવતીને લઈ અને બનાવના સ્થળે ગયા હતા, ત્યારે મૃતક ગૌરી શંકરાઈ દલાઈ આરોપીઓને યુવતી સાથે શરીર સંબંધ બાંધતા જોઈ ગયો હતો. આથી આરોપીઓ વાત બહાર પડી જશે તેવા ડરથી મૃતક ગૌરીશંકર દલાઈની હત્યા કરી અને ફરાર થઈ ગયા હતા. જોકે આરોપીઓનું પાપ છાપરે ચડીને પોકાર્યુ અને આરોપીઓ પોલીસના હાથે ઝડપાઈ  અત્યારે સળિયા ગણવાનો વારો આવ્યો છે.

બે અઠવાડિયા અગાઉ જ બનેલી આ ઘટનાના હત્યાના આરોપીઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. આરોપીઓમાં એક સગીરનો પણ સમાવેશ છે. બાકીના ત્રણ આરોપીઓ પણ લબર મુછિયા છે. આમ આટલી નાની ઉંમરે આરોપીઓએ મૃતકની ગળું કાપી અને કરપીણ હત્યા નિપજાવી હતી. આથી આ ઘટના અંગે  સમગ્ર પ્રદેશમાં ચકચાર મચી ગઈ છે. 

પોલીસના હાથે આરોપીઓ ઝડપાયા બાદ દમણ પોલીસે આરોપીઓને 5 દિવસ ના રિમાન્ડ પર લઈ વધુ તપાસ હાથ ધરી છે. જોકે  હત્યાનું કારણ આ કેસમાં સૌથી વધારે ચકચાર જગાવનાર છે. પોતાની રંગરેલિયા છુપાવવા આરોપીઓએ એક નિર્દોષનો જીવ લેતા પણ અચકાયા નથી. આથી આગામી સમયમાં આરોપીઓનો કોઈ ગુનાહિત ભૂતકાળ છે કે કેમ..? તે જાણવા પણ દમણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news