ઉદય રંજન/અમદાવાદ: સૌથી સુરક્ષિત મનાતા એવા આઇફોનના જો તમે યુઝર્સ છો તો ચેતી જજો.તમારો ફોન ગુમ થયો હોય અથવા તો ચોરી થઈ ગયો હોય જે બાદ તમારા નંબર પર અચાનક ફોનનું લોકેશન મળ્યું હોવાનો મેસેજ આવે તો ચેતજો. તે મેસેજમાં આપવામાં આવેલી લિંક ઓપન કરો તો સતર્ક બનવાની જરૂર છે. કારણ કે સાયબર ક્રાઇમે એક એવા આરોપીની ધરપકડ કરી જે ચોરેલા મોબાઇલ અથવા તો ગુમ થયેલા મોબાઈલના મૂળ માલિક પાસેથી જ તેના આઇડી અને પાસવર્ડ પ્રાપ્ત કરતો. બાદમાં આવા ફોનને ફોર્મેટ કરી સસ્તા ભાવે તેનું વેચાણ કરતો. એક ચોક્કસ ગેંગ સ્મગલિંગનું આ નેટવર્ક ચલાવવા કરે છે આ ષડયંત્ર.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખ થઈ જાહેર, જાણી લો ખરેખર શું છે વાસ્તવિકતા


છેલ્લા કેટલાક મહિનાઓથી અમદાવાદ સાયબર ક્રાઇમ એક ભેજા બાજ ટોળકીની મોડસ ઓપરેન્ડીનું ટેક્નિકલ એનાલિસિસ કરી રહી હતી. ભેજાબાજ ટોળકી આઈફોનના આઈકલાઉડ આઈ.ડી અને પાસવર્ડ ચોક્કસ સોફ્ટવેર મારફતે બદલી નાખીને ઓછી કિંમતે બજારમાં આઇફોન વેચી દેતી હતી.જેને લઇને સાયબર ક્રાઇમ બ્રાન્ચે આ ટોળકીના એક શખ્સ સુધી પહોંચવાના પ્રયાસ કરતા સફળતા મળી અને પોલીસે નવસારીમાં ચિકનની દુકાન ચલાવ્યા બાદ પાર્ટ ટાઇમમાં આ પ્રકારનું કામ કરતા મોહસીન ખાન મન્સૂરીની ધરપકડ કરી.


આ હોસ્પિટલમાં ફરી રહ્યાં છે બિલાડી- કૂતરા...દર્દીઓના જીવ તાળવે ચોંટ્યો, જાણો કેમ?


જેની ખાસ મોડેસઓપરેન્ડી એ છે કે મોબાઇલ માલિકના નંબર મેળવીને તેનાં પર તેમનો ખોવાયેલ મોબાઈલ મળી આવ્યો હોવાનો મેસેજ સોફ્ટવેર મારફતે કરતો. જેમાં એક ફિશિંગ લીંક પણ મોકલવામાં આવતી આ લિંક ઓપન કરવાથી મોબાઈલ નું લોકેશન માત્ર બે મિનિટ માટે બતાવતું અને તે પણ સાચું નહીં પરંતુ ખોટું.લોકેશન ઓપન કરવા માટે તે માલિક પાસેથી આઈડી અને પાસવર્ડ માંગી લેતો. જે બાદ જ આ લોકેશન ઓપન થતું જેના આધારે આરોપી મોબાઇલને અનલોક કરવામાં સફળ થતો અને બાદમાં તેને ફોર્મેટ કરી સસ્તા ભાવે વેચી દેતો. ત્યારે  મોંઘાદાટ ફોનનું વિદેશમાં સ્મગલિંગ થતું હોવાની દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.


ગુજરાતમાં આ શું થવા બેઠું છે? સુરતમાં કાદવના જ્વાળામુખી બાદ ફીણવાળું પાણી નીકળ્યું!


આરોપી મોંઘા દાટ આઈફોન ફોન જે ચોરી થાય કે ગુમ થઈ જતા હોય છે તેવા મોબાઈલ માલિકોના ફોનમાં એક ચોક્કસ સોફ્ટવેર મારફતે એક લિંક મોકલતા અને તે લિંક પર ક્લિક કરતાંની સાથે જ મોબાઈલ માલિકની સ્ક્રીનમાં એક વિન્ડો ઓપન થતી હતી. જેમાં વ્યક્તિએ પોતાના આઈફોનના આઈ કલાઉડ આઈ.ડી અને પાસવર્ડ નાખવાના રહેતા હોય છે ત્યારબાદ એક મિનિટ માટે એક લોકેશન જોવા મળતું હોય છે અને તેટલી જ વારમાં આ ટોળકીના લોકો જેનો મોબાઈલ ચોરાયો હોય તેનું આઈ.ડી અને પાસવર્ડ બદલી નાખતા હતા. જેથી તે મોબાઈલ સરળતાથી વેચી શકાય અને આ ચોરેલા આઈફોનના આઇડી પાસવર્ડ બદલી તેને ફોર્મેટ કરી અડધી કિંમતે વેચી દેતા હોવાનું સામે આવ્યું છે.


ડમચાં હેઠા મુકો આજે જ ખરીદો, ભલભલાનો પરસેવો છોડાવી દેશે આ દેસી 5G Smartphone!


પોલીસને હવે એવી શંકા છે કે આવા આઈફોન મોટેભાગે બાંગ્લાદેશ જેવા નાના ટાપુ વાળા દેશોમાં વેચવામાં આવતા હોઇ શકે છે અને તે જ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે... સાઇબર પોલીસે ફિશિંગ લિંકનું ડોમેન તપાસતા તે ખોટું હોવાનુ પણ સામે આવ્યું અને iphone ને અનલોક કરી વેચવાના વેપલા નો ઘટસ્ફોટ થયો.


સ્ટિંગમાં ફસાયેલા ચેતન શર્માનું CountDown શરૂ, 4 મહિનામાં બીજી વખત થશે 'OUT'


આ કામ કરવા માટે એક ચોક્કસ ગેંગ છે જે ખાસ કરીને કેફે, ફાઇવસ્ટાર હોટલ કે મોટી જગ્યા જ્યાં હાઈ પ્રોફાઈલ લોકો બેસતા હોય ત્યાંથી આ ફોન ચોરી કરે છે. જે ફોન ચોરી બાદ તેના ક્યાંય લોકેશન ન મળતા પોલીસ તે નંબર ટ્રેસિંગમાં મૂકતી અને મોટાભાગે લોકેશન પશ્ચિમ બંગાળ આવતું અને ત્યારબાદ ફોન ડિ-એક્ટિવ થઈ જતો. જેથી પશ્ચિમ બંગાળમાં ફોન એક્ટિવ થયા બાદ એકદમ બંધ કેમ થઈ જાય છે તે વાત પર તપાસ કરતા સ્મગલિંગની સાથે આ આઇડી પાસવર્ડ બદલી ફોર્મેટ મારીને ફોન વેચવાનું કૌભાંડ ઝડપાયું.


પીરિયડ્સ દરમિયાન મહિલાઓને મળશે રજા! સુપ્રીમમાં દાખલ અરજી પર 24 ફેબ્રુઆરીએ સુનાવણી


સાથે જ અત્યાર સુધી આપણે સૌ કોઈએ એવું સાંભળ્યું હશે કે વિદેશથી આવેલા iphone ને ભારતમાં અનલોક કરવામાં આવે છે અને ત્યારબાદ તેનો ઉપયોગ ભારતમાં કરાય છે. જે કૌભાંડને હવે સાયબર ક્રાઇમે પકડ્યુ હોય તેવો સૌ પ્રથમ કિસ્સો અને મોડેસ ઓપરેન્ડી  છે. સાયબર ક્રાઇમ ની ગિરફ્તમાં આવી ચૂકેલા આ શખ્સ પાસે ચોરાઈ ગયેલા આઈફોન કેવી રીતે આવતા હતા અથવા તો આ આરોપીની ટોળકી માં અન્ય અનેક લોકો હોવાની શંકા પોલીસને હોવાથી પોલીસે તે આખી ચેઇન તોડી નાખવા કમર કસી છે.