ભ્રષ્ટાચારનો વધુ એક પૂરાવો સામે આવ્યો! પત્નીએ ફ્લેટમાંથી પૈસા ભરેલું પોટલું ફેંક્યું, ભત્રીજાએ એકઠા કર્યા રૂપિયા.....
સીબીઆઇને કુલ બે થેલા મળ્યા છે. એક થેલો તેના પત્નીએ તેમના પાડોશીને ત્યાં ફેંકી દીધો હતો. જ્યારે બીજો થેલો સીસીટીવી વીડિયો વાળો છે. જેમાં જોઈન્ટ ડાયરેક્ટરનો ભત્રીજો બંડલ નીચે લેતા નજરે પડે છે.
ઝી ન્યૂઝ/રાજકોટ: રાજકોટમાં ડાયરેક્ટર ફોરેન ટ્રેડ ના જોઈન ડાયરેક્ટરના આપઘાતના કેસમાં નવો વળાંક આવ્યો છે. એમના નિવાસ્થાનેથી ડાયરેક્ટરને લઈ ગયા બાદ તેમના પત્નીએ પૈસાના બંડલ સાથેના થેલાને નીચે ફેંક્યાનો CCTV વીડિયો વાયરલ થયો છે. સીબીઆઇને કુલ બે થેલા મળ્યા છે. એક થેલો તેના પત્નીએ તેમના પાડોશીને ત્યાં ફેંકી દીધો હતો. જ્યારે બીજો થેલો સીસીટીવી વીડિયો વાળો છે. જેમાં જોઈન્ટ ડાયરેક્ટરનો ભત્રીજો બંડલ નીચે લેતા નજરે પડે છે. જો કે થેલો ખુલી જતાં બંડલ નીચે પડતા તસવીરમાં દેખાય છે.
ઘર ખરીદનાર લોકોને મળી શકે છે સારા સમાચાર, નવી જંત્રીના અમલ સાથે સ્ટેમ્પ ડ્યૂટીમાં..'
શું છે સમગ્ર મામલો?
રાજકોટમાં કેન્દ્ર સરકારના ક્લાસ વન અધિકારી લાંચ લેતા ઝડપાયા હતા. જેના બાદ તેઓએ પોલીસ કમિશનરની ઓફિસના ચોથા માળેથી ઝંપલાવીને આપઘાત કર્યો હતો. ડાયરેક્ટર જનરલ ફોરેન ટ્રેડના જોઈન્ટ ડાયરેક્ટર જવાલાલ બિસ્નોઇએ ઓફિસની બિલ્ડીંગના ચોથા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો હતો. તેઓ સવારે ઓફિસના ચોથા માળથી નીચે કૂદકો માર્યો હતો, જેના બાદ તેમનું મૃત્યુ થયું હતું. બિશ્નોઈ સીબીઆઇના હાથે રૂપિયા પાંચ લાખની લાંચ લેતા ઝડપાયા હતા. સીબીઆઇની ટ્રેપ બાદ આખી રાત ઓફિસ અને ઘરમાં દરોડાની કાર્યવાહી ચાલી હતી. સિનિયર અધિકારીએ બદનામીના ડરથી આપઘાત કર્યાની શંકા છે.
અલ્યા જોજો હો! આ કોરોના ફરી છેતરી ના જાય, ગુજરાતમાં ફરી પોઝિટીવ કેસમાં હનુમાન કૂદકો!
પ્રાપ્ત માહિતી અનુસાર, સીબીઆઇએ ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડના અધિકારી જવરીમલ બિશ્નોઈને લાંચ લેતા ઝડપ્યા હતા. CBI એ 5 લાખ રૂપિયાની લાંચ લેતા તેઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. તેઓએ NOC માટે 9 લાખ રૂપિયાની માગ કરી હતી. તેમની સામે ફરિયાદ હતી કે, તેણે પોતાની ફૂડ કેનની નિકાસ માટે બેંકમાં રૂપિયા 50 લાખની ગેરન્ટી લીધી હતી અને એના માટે ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડનું NOC જરૂરી હતું. પરંતુ લાંચિયા અધિકારી જાવરીમલ બિશ્નોઇ દ્વારા રૂપિયા 9 લાખની માગણી કરાઈ હતી. જેના બાદ તેઓ રૂપિયા આપવા તૈયાર થયા હતા. 5 લાખ રૂપિયા પ્રથમ હપતા પેટે આપવાના હતા. જેથી આ અંગે ફરિયાદીએ સીબીઆઈને જાણ કરી હતી. સીબીઆઈએ આ માટે એક ઝટકું ગોઠવ્યુ હતું અને બિશ્નોઈને રૂપિયા 5 લાખ લેતા ઝડપી પાડ્યા હતા.
ધો. 7ના ગુજરાતી પુસ્તકમાં મોટો છબરડો, વર્ષ 2013થી મંડળ વિદ્યાર્થીઓને ભણાવે છે ઉઠ્ઠા!
સીબીઆઈવી ટ્રેપ બાદ આખી રાત તેમની ઓફિસ અને ઘરમાં દરોડાની કાર્યવાહી ચાલી હતી. જેથી સિનિયર અધિકારી બિશ્નોઈએ બદનામીના ડરથી આપઘાત કર્યાની શંકા સેવાઈ રહી છે. જવરીમલ બિશ્નોઈએ આપઘાત કરતાં તેમના પરિવારે CBI પર આરોપ લગાવ્યા છે. જ્યારે મૃતકના પરિવારે CBIના અધિકારી પર હુમલો પણ કર્યો હોવાનું સામે આવ્યું છે.
ગેંગસ્ટર અતિમ અહેમદને લઈ UP પોલીસ સાબરમતી જેલથી રવાના, મને મારી હત્યાનો ડર છેઃ અતીક