પાઠ્યપુસ્તક મંડળનો વધુ એક મોટો છબરડો, ધો. 7 ગુજરાતી વિષયના પુસ્તકમાં એક જ પ્રકરણમાં બે મોટી ભૂલો

ધોરણ 7 ગુજરાતી વિષયના પ્રથમ સત્રના ચોથા પાઠના લેખક મનુબેન ગાંધી છે, પરંતુ અહીં જેમના સ્થાને ગાંધીજીના પત્નીની તસ્વીર છાપી મારવામાં આવી છે. લાંબા સમયથી પ્રકાશિત થતા પુસ્તકમાં 19 નંબરના પાના પર તસ્વીર અંગે થયેલી ભૂલ વર્ષોથી યથાવત છે.

પાઠ્યપુસ્તક મંડળનો વધુ એક મોટો છબરડો, ધો. 7 ગુજરાતી વિષયના પુસ્તકમાં એક જ પ્રકરણમાં બે મોટી ભૂલો

અતુલ તિવારી/અમદાવાદ: અમદાવાદ પાઠ્યપુસ્તક મંડળનો વધુ એક છબરડો સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ધોરણ.7ના ગુજરાતી વિષયના પુસ્તકમાં ખોટો ફોટો છપાયાનું સામે આવ્યું છે. જી હા. મનુબેન ગાંધીની તસ્વીરને બદલે કસ્તુરબા ગાંધીની તસ્વીર પુસ્તકમાં છાપવમાં આવી છે. જેના કારણે આ વિવાદ ઉભો થયો છે. 

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, ધોરણ 7 ગુજરાતી વિષયના પ્રથમ સત્રના ચોથા પાઠના લેખક મનુબેન ગાંધી છે, પરંતુ અહીં જેમના સ્થાને ગાંધીજીના પત્નીની તસ્વીર છાપી મારવામાં આવી છે. લાંબા સમયથી પ્રકાશિત થતા પુસ્તકમાં 19 નંબરના પાના પર તસ્વીર અંગે થયેલી ભૂલ વર્ષોથી યથાવત છે. ગુજરાતીના પુસ્તકમાં ગાંધીજીની પૌત્રીની જગ્યાએ પત્નીનો ફોટો છપાયો છે.

તમને જણાવી દઈએ કે, મનુબેન ગાંધી ગાંધીજીના પિતરાઈ ભાઈના પૌત્રી હતાં. ત્યારે ધોરણ 7 ગુજરાતી વિષયના પુસ્તકના એક જ પ્રકરણમાં બે મોટી ભૂલો કરવામાં આવી છે અને પાઠ્યપુસ્તક મંડળે વિદ્યાર્થીઓને ઉઠા ભણાવ્યા છે. આજ ઘટનામાં મનુબેન ગાંધીના પિતાનું નામ પણ ખોટું લખવામાં આવ્યું છે. મનુબેન ગાંધીના પિતાનું નામ જયસુખલાલ હતું, જેની જગ્યાએ જશવંતલાલ છાપવમાં આવ્યું છે.

ગુજરાતી વિષયના પ્રથમ સત્રમાં પાઠ ક્રમાંક 4માં લેખક મધુબેન ગાંધી પરંતુ તસ્વીર ગાંધીજીના પત્નીની છપાઈ છે, મધુબેન ગાંધી ગાંધીજીના પિતરાઈ ભાઈના પૌત્રી હતાં. ગુજરાતીના પુસ્તકમાં પૌત્રીની જગ્યાએ પત્નીનો ફોટો છપાયો છે. વર્ષ 2013થી પ્રકાશિત થતાં પુસ્તકમાં હજુ સુધી આ ભૂલને સુધારાઇ નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news