નિલેશ જોશી/દમણ: દરિયા કિનારે આવેલા દમણમાં દિવાળીના વેકેશનને કારણે પર્યટકો ઉભરાઈ રહ્યા છે. મોટી સંખ્યામાં પર્યટકો દમણની મુલાકાત લઇ રહ્યા છે. અત્યાર સુધી દમણ દરિયા કિનારા અને દારૂ માટે જાણીતું હતું. પરંતુ હવે દમણના દરેક કિનારે શરૂ થયેલું એક નવું અનોખું પક્ષીઘર પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોકરી-ધંધા છોડી સેવામાં જોડાશે લાખો હરિભક્તો! વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવની તૈયારીઓ


અંદાજે 10 કરોડથી વધુના ખર્ચે 3 એકર થી વધુ વિસ્તારમાં ફેલાયેલું આ પક્ષીઘરમાં દુનિયાના 5 ખંડોના 500થી વધુ દુર્લભ પક્ષીઓને રાખવામાં આવ્યા છે .જોકે આ પક્ષી ઘરની વિશેષતા એ છે કે .અત્યાર સુધી લોકોએ પિંજરામાં બંધ પક્ષીઓને જોયા હશે. પરંતુ દમણના આ વિશેષ પક્ષીઘર માં વિશાળ મેદાનમાં બનેલા મહાકાય પિંજરામાં આ પક્ષીઓ ખુલ્લામાં વિહરતા જોવા મળે છે.


Photos: ટ્રમ્પ રૂપનો શોખિન : એક નહીં 3 પત્નીઓ, પત્નીઓ સુપર મોડેલ કે એક્ટ્રેસ


પક્ષીઓની સાથે પર્યટકો પણ આ ખુલ્લા વિશાળ પાંજરામાં પક્ષીઓની સાથે જ પક્ષીઓની વચ્ચે જોવા મળે છે. આમ આ પક્ષીઘરમાં પર્યટકો પોતાની આસપાસ કુદરતી માહોલમાં વિહરતા વિદેશી પક્ષીઓને જોઈ આનંદ અનુભવે છે. અત્યાર સુધી દમણ દરિયાકિનારે માટે જાણીતું જાણીતું હતું. 


સૂર્ય દેવને સૂર્ય દેવને આ રાશિના જાતક, લીડર બનીને કરે છે રાજ, મળે છે અખુટ ધન


પરંતુ હવે આગામી સમયમાં આ પક્ષીઘરના કારણે દમણના પર્યટન ઉદ્યોગને વધુ વેગ મળશે તે મનાઈ રહ્યું છે.