Photos: ટ્રમ્પ રૂપનો શોખિન : એક નહીં 3 પત્નીઓ, પત્નીઓ સુપર મોડેલ કે એક્ટ્રેસ
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બનશે! અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીના જે પ્રકારે ટ્રેન્ડ આવી રહ્યા છે તેણે લગભગ સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. તેમના અંગત જીવન વિશે પણ જાણો.
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે 3 લગ્ન કર્યા છે. એમની ત્રણેય પત્નીઓ મોડેલ અને એક્ટ્રેસ છે. હાલમાં આ ત્રણેય એક સફળ બિઝનેસ વુમન છે.
ઈવાના મારી ટ્રમ્પ
ટ્રમ્પની પહેલી પત્નીનું નામ ઈવાના મારી ટ્રમ્પ છે. ઈવાના અને ટ્રમ્પના લગ્ન 1977માં થયા હતા. એ સમયે ઈવાના એ ટીવી ઈન્ડસ્ટ્રીઝની એક્ટ્રેસ અને મોડેલના રૂપમાં પોતાનું કેરિયર બનાવી રહી હતી.
ઈવાના મારી ટ્રમ્પ
ટ્રમ્પ અને ઈવાના 13 વર્ષ સુધી સાથે રહ્યાં હતા. 1977માં એમના લગ્ન થયા હતા અને 1990માં બંને જણા અલગ થઈ ગયા હતા.
ઈવાના એક્ટ્રેસ હોવાની સાથે એક જબરદસ્ત સ્કી પ્લેયર પણ રહી ચૂકી છે. ઈવાના લગ્ન પહેલાં કેનેડામાં રહેતી હતી. લગ્ન બાદ એ અમેરિકા રહેવા આવી ગઈ હતી. જેમના 3 બાળકો છે. જેમાં ઈવાંકા એ ઈવાના અને ટ્રમ્પની દીકરી છે.
માર્લા મેપલ્સ
ટ્રમ્પની બીજી પત્નીનું નામ માર્લા મેપલ્સ છે. મેપલ્સ એક મોડેલ, એક્ટ્રેસ અને સિંગર છે. ટ્રમ્પના મેપલ્સ સાથે લગ્ન 1993માં થયા હતા. પહેલી પત્ની સાથેના છૂટાછેડાના 3 વર્ષ બાદ ટ્રમ્પે બીજા લગ્ન કર્યા હતા.
માર્લા મેપલ્સ
મેપલ્સ અને ટ્રમ્પની એક દીકરી છે. જેનું નામ ટિફની છે. ટિફનીના જન્મ બાદ બંને જણા 1997માં જ અલગ થઈ ગયા હતા. એમના લગ્ન ફક્ત 4 વર્ષ જ ચાલ્યા હતા. 1999માં તેઓએ કાયદેસર છૂટાછેડા લઈ લીધા હતા.
મેલેનિયા ટ્રમ્પ
ટ્રમ્પની ત્રીજી પત્ની મેલેનિયા ટ્રમ્પ છે. મેલેનિયા પણ એક સ્લોવેનિયન અમેરિકી મોડલ રહી ચૂકી છે. મેલેનિયા વિદેશમાં જન્મ છતાં અમેરિકાની બીજી ફસ્ટ લેડી બની હતી.
મેલેનિયા ટ્રમ્પ
મેલેનિયા અને ટ્રમ્પના લગ્ન 2005માં થયા હતા. મેલેનિયા યુગોસ્લેવિયાના સ્લોવિનિયામાં જન્મી છે. જેને 16 વર્ષની ઉમરથી જ મોડલિંગ કરવાનું શરૂ કર્યું હતું.
Trending Photos