લગ્નની લાલચે સુરતની યુવતી સાથે લાખોની ઠગાઇ, ગજબનું ભેજું વાપરી માર્યો 57 લાખનો ધુમ્બો!
સુરતની યુવતી નાઝીયન યુવક સાથે સોશિયલ મીડિયા ઉપર સંપર્કમાં આવી હતી. નાઈઝીરીયન યુવક વેબસાઇટ ડેવલોપર તરીકે અભ્યાસ કરવા માટે દિલ્હીમાં આવ્યો હતો. દિલ્હીથી સુરતની જ્યોતિ સાથે સંપર્કમાં આવ્યો હતો. થોડા દિવસ સંપર્કમાં રહ્યા બાદ તેની સાથે લગ્ન કરવા સુધીની વાત યુવતી અને યુવક વચ્ચે થઈ હતી.
ચેતન પટેલ/સુરત: સોશિયલ મીડિયા ઉપર એકબીજા સાથે ફ્રેન્ડશીપ કરીને ત્યારબાદ અનેક છેતરપિંડીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સુરતની યુવતીને સોશિયલ મીડિયા ઉપર નાઝીરિયન યુવક સાથે સંપર્કમાં આવ્યા બાદ તેની સાથે છેતરપિંડી થયો હોવાની ઘટના સામે આવી છે. સુરત પોલીસના સાયબર સેલમાં ગુનો નોંધાયા બાદ આરોપીને દિલ્હી ખાતેથી ઝડપી પાડ્યો છે.
સુરતની યુવતી નાઝીયન યુવક સાથે સોશિયલ મીડિયા ઉપર સંપર્કમાં આવી હતી. નાઈઝીરીયન યુવક વેબસાઇટ ડેવલોપર તરીકે અભ્યાસ કરવા માટે દિલ્હીમાં આવ્યો હતો. દિલ્હીથી સુરતની જ્યોતિ સાથે સંપર્કમાં આવ્યો હતો. થોડા દિવસ સંપર્કમાં રહ્યા બાદ તેની સાથે લગ્ન કરવા સુધીની વાત યુવતી અને યુવક વચ્ચે થઈ હતી. નાઇઝિરિયન યુવકે ગિફ્ટ મોકલ્યું હતું અને તેને યુવતીને લેવા માટે રૂપિયા ચૂકવવા પડશે તે પ્રકારનો ષડયંત્ર રચીને રૂપિયા ખંખેરી લીધા હતા.
આ પણ વાંચો: હનુમાનભક્તની ઈમોશનલ કહાની: રિક્ષા, પત્નીના દાગીના પણ વેચી દઈશ બાકી ચા તો પીવડાવીશ જ!
દિલ્હી ઈમિગ્રેશનમાંથી પ્રિયા નામથી ફોન કરવામાં આવ્યો હતો. તેણે પોતાની ઓળખ એરપોર્ટ કર્મચારી તરીકે આપી હતી. સુરતની યુવતી ને ફોન કરીને જણાવવામાં આવ્યું કે ગિફ્ટ જે મોકલવામાં આવ્યું છે તેને છોડાવવા માટે ફાઉન્ડને ઇન્ડિયન કરન્સીમાં કન્વર્ટ કરવા પડશે અને તેના માટે જે ચાર્જ થાય છે તે ચૂકવવો પડશે, ત્યારબાદ તેમને ગિફ્ટ મળશે. સુરતની ઉઠીએ નાઈઝીરીયન યુવક એ મોકલેલા ગિફ્ટને છોડાવવા માટે તારીખ 1 મેથી 12 ઓગસ્ટ 2022 સુધીમાં 57, 39,500 ચૂકવ્યા હતા.
યુવતી દ્વારા અલગ અલગ બે એકાઉન્ટની અંદર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. મહિલાને જ્યારે સંખ્યા ગઈ કે તે છેતરાય છે ત્યારે સાયબર ક્રાઇમમાં પોતાની ફરિયાદ નોંધાવી હતી. સુરત પોલીસના સાયબર સેલમાં ગુનો નોંધાયા બાદ આરોપીને દિલ્હી ખાતેથી ઝડપી પડાયો છે.
આ પણ વાંચો: અંબાજી મંદિરમાં નવા વર્ષે ભક્તિમય માહોલ, ચાચર ચોક માઈ ભક્તોથી ઉભરાયો!
સુરત પોલીસ કમિશનર અજય જણાવ્યું કે સોશિયલ મીડિયાના કારણે સાયબર ક્રાઇમના કેસોમાં ઝારખંડ વધારો થઈ રહ્યો છે. મોટાભાગના કિસ્સામાં ખૂબ જ ઓછા ભણેલા આરોપીઓ સાયબર ક્રાઇમ કરતા હોવાનું ઝડપાઈ રહ્યું છે. ઘણા ખરા લોકો માત્ર ઓનલાઇન સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ થકી એકબીજાના સંપર્કમાં આવતા હોય છે અને ત્યારબાદ છેતરપિંડીનો ભોગ બનતા હોય છે.
આ પણ વાંચો: આ તો કંઈ નથી! નવા વર્ષથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે, જાણો હવામાન વિભાગની આગાહી?
આ નાઇઝરિયન યુવક સાથે સુરતની જે યુવતી સંપર્કમાં આવી હતી તે સોશિયલ મીડિયાના માધ્યમથી આવી હતી તેનું પરિણામ ખૂબ જ ગંભીર આવ્યું છે. સુરત પોલીસ તમામ લોકોને અપીલ કરે છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી અજાણ્યા લોકો સાથે વધુ ઘનિષ્ઠતા ન કેળવવી જોઈએ જેથી કરીને કોઈ મોટી છેતરપિંડી તમારી સાથે થાય.