સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સે 10માં માળેથી પડતુ મુકી કરી આત્મહત્યા
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, મૃતક ગુસ્સાવાળા હતા અને તેમની માતા સાથે ઝઘડા બાદ તેમણે પડતુ મુકી આત્મહત્યા કરી લીધી છે.
મૌલિક ધામેચા/અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાં આવેલી કીડની હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી મહિલાએ 10મે માળેથી પડતુ મુકી આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. આ અંગે રામોલ પોલીસે આકસ્મિત મોતનો ગુનો નોંધી તપાસ આદરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, મૃતક ગુસ્સાવાળા હતા અને તેમની માતા સાથે ઝઘડા બાદ તેમણે પડતુ મુકી આત્મહત્યા કરી લીધી છે.
પ્રાપ્ત વિગત મુજબ કિડની હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી શેફાલી ક્રિશ્ચિયન ન્યૂ મણિનગરના રિવેરા કર્ણાવતી એપાર્ટમેન્ટમાં રહેતી માતાને મળવા આવી હતી. ત્યારબાદ માતા સાથે વાતચીત દરમિયાન તેમને ઝઘડો થયો હતો. જેમાં માતાએ શેફાલીને ખખડાવી હતી. તેમની વચ્ચે વધારે ઝઘડો થયા બાદ શેફાલી ફ્લેટના 10માં માળે પહોંચી ગઇ હતી અને ઉપરથી પડતુ મુકી આત્મહત્યા કરી લીધી હતી.
બાળકોમાં જોવા મળતા રેરેસ્ટ ઓફ ધી રેર કેસ સર્વાઇકલ કાયફોસીસનો ઇલાજ કરતા સિવિલના તબીબો
ઘટના બાદ આસપાસના લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. ત્યારબાદ પોલીસને જાણ થતા રામોલ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી. પોલીસે હાલ તો અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ત્યારે પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, શેફાલી આજે માતાને મળવા આવી હતી ત્યારબાદ બન્ને વચ્ચે તકરાર થઇ હતી. તકરાર શું હતી તે મામલે તપાસ ચાલી રહી છે. હાલ પરિવારના સભ્યનું મોત થયું હોવાથી વધુ તપાસ થઇ શકી નથી. પરંતુ મોતનું કારણ જાણવા તપાસ ચાલી રહી છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube