રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: સરહદી જિલ્લા કચ્છમાં દરિયાઈ સીમાથી અવારનવાર કેફી દ્રવ્યો મળી આવવાના કિસ્સાઓ અવારનવાર સામે આવતાં હોય છે. ત્યારે BSFને પેટ્રોલીંગ દરમ્યાન ફરી કચ્છની દરિયાઈ સીમામાંથી બિનવારસી હાલતમાં ચરસનું પેકેટ મળી આવ્યું છે. જે મામલે બીએસએફ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘણી ખમ્મા! દર્દીઓના હિતમાં પપૈયાની ખેતી કરી રહ્યા છે ભાવનગરના આ પાટીદાર ખેડૂત


દેશની આંતરરાષ્ટ્રીય સરહદે આવેલા કચ્છ જિલ્લાના દરિયાઈ ક્રિક વિસ્તારમાંથી લાંબા સમયના અંતરાલ બાદ ફરી એક વખત બિનવારસી હાલતમાં માદક પદાર્થનું પેકેટ મળી આવ્યાનું જાણવા મળ્યું છે. છેલ્લા ઘણા સમયથી ઘુસણખોરી અને માદક પદાર્થ મળવાનો સિલસિલો થંભી ગયો હતો. 


કરવામાં આવી છે. 


મોટી દુર્ઘટના ટળી! સુરતથી દિલ્લી જઈ રહેલા વિમાનમા મુસાફરોમાં ફફડાટ,ઇમરજન્સી લેન્ડિંગ


પરંતુ ગત તા. 22ના BSFની પેટ્રોલિંગ ટીમેં સરક્રિક વિસ્તારમાંથી 3 પાક નાગરિક સાથે 1 માછીમારી બોટને ઝડપી પાડ્યાના માત્ર 3 દિવસ બાદ દરિયાઈ ક્રિક વિસ્તારમાંથી માદક પદાર્થનું પકેટ મળી આવ્યાનું સલામતી દળોના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જે ક્યાંકને ક્યાંક હાલમાં પકડાયેલા ઘુસણખોરના બનાવમાં સબંધ કરતા હોય એવું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે.જોકે આ મામલે સલામતી વિભાગ દ્વારા ગંભીરતાપૂર્વકની તપાસ ચાલુ છે.


આજે 102 બટાલીયનના બીએસએફના જવાનોની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન નારાયણ સરોવર નજીકની દરિયાઈ સીમા નજીકના ઇબ્રાહિમ પીર બેટમાંથી ચરસનો એક પેક્ત મળી આવતા જપ્ત કરવામાં આવ્યો છે.