મોટી દુર્ઘટના ટળી! સુરતથી દિલ્લી જઈ રહેલા વિમાનમાં મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યા, અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ
આજે સવારે સુરતવાસીઓ સુરતથી દિલ્લી થઈ કાઠમંડુ જવાના હતા. સુરતમાં ફલાઇટ ટેક ઓફ થઈ ત્યારે બર્ડ હિટ થયું ત્યારે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. સુરતના નકુલ પાટીલ સહિત તેની માતા ઇન્ડિગો ફલાઇટમાં સવાર હતા.
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: સુરતથી દિલ્લી ફલાઈટ સાથે બર્ડ હિટની ઘટના ઘટી છે. ઈન્ડિગો ફલાઇટ સુરતથી ટેક ઓફ થઈને તરત બર્ડ હિટ થતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે ફલાઇટને અમદાવાદ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. અમદાવાદથી અન્ય ઈન્ડિગો ફલાઇટમાં મુસાફરોને દિલ્લી લઈ જવાયા હતા. 50થી વધુ મુસાફરો ફલાઇટમાં હતા. જેમાં સુરતના નકુલ પાટીલ અને માતા વર્ષા પાટીલ દિલ્લી એરપોર્ટ પર અટવાયા હતા.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, આજે સવારે સુરતવાસીઓ સુરતથી દિલ્લી થઈ કાઠમંડુ જવાના હતા. સુરતમાં ફલાઇટ ટેક ઓફ થઈ ત્યારે બર્ડ હિટ થયું ત્યારે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. સુરતના નકુલ પાટીલ સહિત તેની માતા ઇન્ડિગો ફલાઇટમાં સવાર હતા.
Indigo A320 aircraft VT-IZI operating flight 6E-646(Surat-Delhi) diverted to Ahmedabad as a bird hits during climb at Surat. N1 vibration was 4.7 units. The aircraft landed safely at Ahmedabad: DGCA pic.twitter.com/Q3VSGc8Ey0
— ANI (@ANI) February 26, 2023
સૌથી પહેલા અમદાવાદ પહોંચી તમામ મુસાફરોને વેટિંગ લોન્જમાં બેસાડવામાં આવ્યા. પરંતુ ત્યાં સુધી શું ઘટના બની તે મુસાફરોને જણાવવામાં આવ્યું ન હતું. મુસાફરોએ આરોપ લગાવ્યો હતો કે ઇન્ડિગો કંપનીના કર્મચારીઓએ મુસાફરો સાથે દિલ્લીમાં ઉદ્ધત વર્તન કર્યું હતું અને ફેરવી ફેરવી કાઠમંડુ લઈ જવામાં આવશે તેવી વાત કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે