બુરહાન પઠાણ/આણંદ: આણંદ જનરલ હોસ્પિટલની મોટી નિષ્કાળજી સામે આવી છે. આણંદની જનરલ હોસ્પિટલમાં સ્ટાફની ઘોર બેદરકારીનાં કારણે ઉંદરોનો ત્રાસ વધી ગયો છે અને રાત્રીના સુમારે વૃદ્ધ દર્દીને ઉંદર કરડી જવાનો બનાવ બનતા ખળભળાટ મચી ગયો છે. આણંદ જનરલ હોસ્પિટલના પુરુષ વોર્ડમાં દર્દીનો પગ ઉંદરે કોતરી ખાધો હતો. જે બાદ હોસ્પિટલના દર્દીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌથી ઘાતક આગાહી! પવનની દિશા બદલાતા ગુજરાત પર ફરી એકવાર મોટો ખતરો, તૈયાર રહેજો...


હોસ્પિટલમાં સફાઈનો અભાવ અને આડેધડ સામાન મુકવાના કારણે ઉંદરોનો ત્રાસ વધી ગયો છે. જેના કારણે રાત્રે દર્દીઓને અને તેમના સગાવહાલાઓને ઉંદરોથી બચવા માટે જાગતા રહેવું પડે છે. આણંદ જનરલ હોસ્પિટલમાં દાખલ 78 વર્ષીય ભાઈલાલ ભાઈની સાથે આ ઘટના બની હતી. જે બાદ આણંદ જનરલ હોસ્પિટલની વાસ્તવિકતા સામે આવી હતી. લોકો સારવાર કરાવવા માટે જ હોસ્પિટલ જતાં હોય છે. પરંતુ સારવાર અર્થે ગયેલા દર્દીઓ અહીં આ હોસ્પિટલમાં પણ સુરક્ષિત નથી.


તલાટી- જુનિયર ક્લાર્કના વેઈટિંગ લિસ્ટને લઈ મોટી અપડેટ; ઉમેદવારો માટે ફરી અચ્છે દિન!


સમગ્ર ઘટના બાદ હોસ્પિટલમાં સીડીએમઓ દ્વારા તાત્કાલિક સફાઈ હાથ ધરવામાં આવી હતી અને સ્ટાફને બેદરકારી બદલ નોટિસો આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. હોસ્પિટલમાં દવાઓનો પણ અભાવ છે જેને લઈને ડોક્ટર દ્વારા બહાર સ્ટોરમાંથી દવા ખરીદવા પ્રિસ્ક્રીપ્શન લખી આપવામાં આવે છે જેને લઈને દર્દીઓમાં રોષ જોવા મળી રહ્યો છે


ખરેખર માનવતા મરી ગઈ! અ'વાદમાં બે યુવકોએ ફોન ચોરીની શંકા રાખીને એક યુવકનો જીવ લઈ લીધો


ICU માં કબૂતરના માળા
આણંદ જનરલ હોસ્પિટલના ICU માં કબૂતરના માળા પણ જોવા મળી આવે છે. ત્યારે ગુજરાતની જનતા રાજ્યના આરોગ્ય મંત્રીને સવાલ પુછે છે કે જુઓ સરકારી હોસ્પિટલમાં શું ચાલે છે?