સૌથી ઘાતક આગાહી! પવનની દિશા બદલાતા ગુજરાત પર ફરી એકવાર મોટો ખતરો, તૈયાર રહેજો...

Gujarat Weather Forecast : આજથી રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે. પવનની દિશા બદલાતા ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે. ગુજરાતીઓએ બે દિવસ સુધી કડકડતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે. તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.

1/6
image

ડિસેમ્બરમાં નથી પડી તેવી ઠંડી હવે ફેબ્રુઆરી મહિનામાં અનુભવાશે. રાજ્યમાં ઠંડી પડવાની આગાહી કરી છે. હાલ રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફારની સંભાવનાઓ નથી, પરંતુ તાપમાનનો ટ્રેન્ડ વધવા તરફ આગળ જવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલ ઉત્તર તરફથી પવનો આવી રહ્યા હોવાના કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

2/6
image

આજથી તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો આવશે. આજથી પવનની ઝડપ 20થી 30 કિ.મી. પ્રતિ કલાકની રહેશે. આજથી ઠંડી વધતા તાપમાનનો પારો નીચે જશે. જોકે, એક વાતની રાહત છે કે, હાલ રાજ્યમાં કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી. પરંતું રાજ્યમાં મિશ્ર ઋતુના કારણે રોગચાળાના કેસ વધ્યા છે. અમદાવાદની સોલા સિવિલની ઓપીડીમાં અઠવાડિયાના 10 હજારથી વધુ કેસ આવી રહ્યાં છે. સૌથી વધુ વાયરલ ઈન્ફેક્શનથી લોકો બીમાર પડી રહ્યા છે. 

3/6
image

હવામાન વિભાગે ભારતના 16 રાજ્યો માટે હળવાથી અતિભારે વરસાદની અને બે રાજ્યોમાં શીત લહેરનું એલર્ટ આપ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ શીત લહેરનું મોજું ફરી વળ્યું છે. હાલ સમગ્ર ગુજરાત જાણે ડિસેમ્બરની ઠંડી જેવો અનુભવ કરી રહ્યું છે. આજથી ત્રણ દિવસ ગુજરાતમાં કાતિલ ઠંડી રહેશે. ગુજરાતના અનેક શહોરોમાં ઠંડીનો પારો ગગડશે. તેમજ વાતાવરણમાં સુસવાટાભર્યાં ઠંડા પવનો પણ વધશે. જેથી લોકોને હવે ફરીથી સ્વેટર અને મોજા પહેરીને ફરવુ પડશે. 

4/6
image

રાજ્યમાં સૌથી નીચું તાપમાન ફરી એકવાર નલિયામાં નોંધાયું છે. જ્યાં લઘુત્તમ તાપમાન ઘટીને 10 ડિગ્રીની નીચે આવ્યું છે. નલિયામાં લધુત્તમ તાપમાન 9.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આગામી સમયમાં પણ અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડીનો અનુભવ થશે. જેમાં અમદાવાદમાં લઘુત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રી અને ગાંધીનગરમાં 14 ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ, વરસાદ થવાની સંભાવનાઓ નથી. એટલે કે આ આગાહી ખેડૂતો માટે રાહતવાળી સાબિત થઈ શકે છે.

5/6
image

અરબી સમુદ્રમાંથી ભેજ આવવાને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યના અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જેને કારણે 12 ફેબ્રુઆરી સુધી ફરી એકવાર શિયાળા જેવો માહોલ જોવા મળી શકે છે. જેમાં લઘુત્તમ અને મહત્તમ બન્ને તાપમાનમાં ઘટાડો નોંધાવાની શક્યતાઓ છે.  નોંધનીય છે કે હાલ ઉત્તર-પશ્ચિમના પવનો છે અને હાલમાં સારા પ્રમાણમાં દેશના ઉત્તરના પર્વતિય પ્રદેશોમાં હિમવર્ષા થવાથી તેની અસર ગુજરાત સહિતના રાજ્યોમાં અનુભવાઈ રહી છે.

6/6
image

આગાહી મુજબ, હાલ અરબી સમુદ્રમાંથી વાદળો આવી રહ્યા છે તેના કારણે લઘુત્તમ તાપમાન વધી રહ્યું છે. ગુજરાતમાં હાલ પવનની દિશા જોઇએ તો પૂર્વથી ઉત્તર પૂર્વ તરફના ફૂંકાઇ રહ્યા છે. આવામાં ગુજરાતમાં ઠંડી પ્રસરી ગઈ છે. રાતે અને વહેલી સવારે લોકો ઠુઠવાઈ રહ્યાં છે. આગાહી મુજબ, આગામી 19 થી 22 ફેબ્રુઆરી દરમિયાન મજબૂત પિશ્ચિમી વિક્ષેપ આવશે. જેમાં તાપમાનનો પારો ફરીથી ગગડશે. એટલે એ દિવસોમાં પણ તમને વધુ ઠંડી માટે તૈયાર રહેવું પડશે.