મૌલિક ધામેચા/અમદાવાદ : સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા તમામ લોકો માટે ચેતવણીરૂપ બાબત એ છે કે તમારી તમામ પોસ્ટ અને એક્ટિવિટી પર પોલીસની સતત નજર રહેતી હોય છે. તેની સાથે જ કોઈ પણ વિવાદાસ્પદ અથવા કોઈની પણ લાગણી દુભાઈ તેવી પોસ્ટ કરવા બદલ જેલના સળિયા પણ ગણવા પડી શકે છે. તેવામાં મુંબઈના વિવાદીત ફિલ્મ ડિરેકટર અવિનાશ દાસ દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજનું અપમાન થાય તેવી એક પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહતનો શ્વાસ લો તેવા સમાચાર, જલ્દી જ ગુજરાતમાંથી ગાયબ થઈ જશે ગરમી


જે બદલ તેમના વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપી અવિનાશ દાસની સોશિયલ મીડિયા પોસ્ટ તપાસ કરતાં સામે આવ્યું કે હાલમાં જ મની લોન્ડરિંગ કેસમાં ઝડપાયેલા ઝારખંડના મહિલા IAS પૂજા સિંઘલ સાથે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો પાંચ વર્ષ જુનો ફોટો પોસ્ટ કરી લોકોમાં ગેરસમજ ઉભી કરવાની અને તેઓની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાની કોશિષ કરવા બદલ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


ગોંડલ ભડભડ ભડકે બળતું હશે અને ફાયર ઓફીસર ધાબે બેઠા બેઠા ખજુર ખાતા હશે


અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ તો પ્રાથમિક તપાસમાં આ વ્યક્તિ કોઇ ફિલ્મ ડાયરેક્ટર અથવા તો બૌદ્ધીક હોવાનું પોલીસને લાગી રહ્યું છે. જો કે પોલીસ આ અંગે તપાસ ચલાવી રહી છે. આરોપીને ઝડપી લેવા માટેના ચક્રો પણ ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેની પ્રોફાઇલ ચેક કરતા અન્ય પણ અનેક વિવાદિત પોસ્ટ જોવા મળી રહી છે. જેમાં રાષ્ટ્ર અને સમાજ વિરોધી અનેક ટીપ્પણીઓ કરવામાં આવી છે. તેથી હાલ તો પોલીસ આ અંગે તપાસ ચલાવી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube