ગોંડલ ભડભડ ભડકે બળતું હશે અને ફાયર ઓફીસર ધાબે બેઠા બેઠા ખજુર ખાતા હશે
નગરપાલિકા ફાયર સ્ટેશનમાં 3 ફાયર ફાઈટરો છે તેમાંથી 2 ફાયર બંધ હાલતમાં છે. ગોંડલ આસપાસ જામવાડી - ભુણાંવા - હડમતાળા - ભરૂડી આસપાસ અનેક GIDC આવેલી છે. મોટી આગની ઘટના થશે તો જવાબદાર કોણ ગણાશે?
Trending Photos
ગોંડલ : નગરપાલિકા ફાયર સ્ટેશનમાં 3 ફાયર ફાઈટરો છે તેમાંથી 2 ફાયર બંધ હાલતમાં છે. ગોંડલ આસપાસ જામવાડી - ભુણાંવા - હડમતાળા - ભરૂડી આસપાસ અનેક GIDC આવેલી છે. મોટી આગની ઘટના થશે તો જવાબદાર કોણ ગણાશે? આજે ગોંડલમાં જ આગની ઘટના સમયે રાજકોટ ફાયરને જાણ કરવાની ફરજ પડી હતી. કારણ કે ગોંડલમાં તમામ સાધનો છે પરંતુ ગોંડલના ફાયર અધિકારી પાસે આ સાધનો સારી હાલતમાં હોય તેને સારુ કરવા માટેનો સમય નથી.
ગોંડલ ફાયર દ્વારા અનેક વાર મોકડ્રિલ યોજી ઉપરી અધિકારીને ફોટા પાડીને વાહ વાહ દર્શવવામાં આવે છે, ત્યારે ગત મોડી રાત્રે એક આગની ઘટના બની હતી. જેમાં ગોંડલ શહેરમાંથી એક નાનો ફાયર આવી પોહચ્યો હતો. બીજા ફાયરની જરૂર પડતા રાજકોટથી ફાયરની ટિમ બોલાવવામાં આવી હતી. આજે ફાયર સ્ટેશન પર જઈ ને રિયાલિટી ચેક કરવામાં આવી હતી. 2 મોટા બ્રાઉઝર ધૂળ ખાઈ ગયેલ હાલતમાં જોવા મળ્યા હતા. ઘણા દિવસોથી ફાયર બંધ હાલતમાં છે.
ફાયરની રિયાલિટીમાં ફાયર પર ધૂળ જામી જોવા મળી હતી, ફાયરની નીચેના ભાગમાં મશીનનો ભાગ તૂટી ગયેલ જોવા મળ્યો હતો. ફાયર ઓફિસરને વહેલી સવારે ફોન કરતા ફાયર ઓફિસરનો ફોન સ્વિચ ઓફ જોવા મળ્યો હતો. બપોરના ફાયર ઓફિસરને ફોન કરાતા જણાવ્યું હતું કે, હું બીમાર છું, થોડી વાર પછી હું જસદણ છું, હું અમરાપુર છું, અનેક તર્ક વિતર્ક જોવા મળ્યા હતા. શું ફાયર ઓફિસરને ફાયર બંધ હોવાની જાણ ન હતી? હવે ગોંડલ કે આસપાસમાં આગની કોઈ મોટી ઘટના થશે તો જવાબદાર ગણાશે એ પણ જોવાનું રહ્યું છે. કાળઝાળ ગરમીમાં જો આગની મોટી ઘટના બને અને લોકોનાં જીવ જાય તો શું ફાયર અધિકારી બિમાર હોવાનાં અને અમરાપર હોવાનાં કારણો આપશે. શું આવા બહાના બનાવવા માટેનો પગાર જ સરકાર તેમને સોંઠે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે