મૌલિક ધામેચા/અમદાવાદ : સામાન્ય રીતે ઘરેલુ ઝગડાઓમાં પોલીસ વચ્ચે રહીને બંને પક્ષે સમાધાન કરાવતી હોય છે. બંને પક્ષના લોકો ન સમજે તો બાદમાં કાયદેસર કાર્યવાહી કરાતી હોય છે. પણ હવે પોલીસકર્મી પતિ સામે જ પત્નીએ ફરિયાદ નોંધાવી છે.  પોલીસ કોન્સ્ટેબલ પતિ વિરુધ ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, તેના પતિએ ચણિયાચોળી બાબતે માર માર્યો હતો અને એસિડ પીવા પણ કહેતા મહિલાએ એસિડ પી લીધું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદની સિટી ગોલ્ડ થિયેટરમાં પગાર લેવા ગયેલા કર્મચારીને મળ્યું મોત !


હોસ્પિટલના બિછાને પડેલી આ મહિલા આરોપી પોલીસકર્મી અશોક ચૌહાણનાં પત્ની છે. મહિલા માધુપુરા પોલીસ લાઈનમાં તેમના પતિ અશોક ચૌહાણ, જેઠ નાગરભાઈ, નણંદ લક્ષ્મીબેન અને પોતાના દીકરાની સાથે છેલ્લા છ વર્ષથી રહે છે. મહિલાનાં પતિ અશોક ચૌહાણ રાણીપ પોલીસ સ્ટેશનમાં અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. જેમને તેમના જ પતિ, જેઠ અને નણંદ વિરુદ્ધ ફરિયાદ નોધાવતા આક્ષેપ કર્યો છે. મહિલાના લગ્ન વર્ષ 2015માં જ્ઞાતિના રીત રિવાજ મુજબ અશોક ચૌહાણ સાથે થયા હતા. લગ્નના બે વર્ષ બાદ પરણીતા સાથે તેમના પતિ પિયરની સામાજિક નાની નાની વાતોમાં બોલાચાલી કરી ઝઘડો કરતા હતા. 


લો બોલો ! એક માછલીને કારણે આખા જિલ્લાની પોલીસને દોડતી થઇ


એકાદ વર્ષ પહેલા મહિલા  સાથે પતિએ બાઇક બાબતે વાળ પકડીને બે-ત્રણ ફેંટો મારી દીધી હતી. જેથી મહિલા તેમના પિયર જતા રહ્યા હતા. જોકે બાદમાં સાસુ અને નણંદે સમજાવતાં તેઓ પરત તેમના પતિ પાસે માધુપુરા પોલીસ લાઈનમાં આવ્યા હતા. ફરીયાદી મહિલાને પતિ સાથે ઘરની નાની નાની બાબતોમાં બોલવાનું થતું હતું. તેમના નણંદ તથા જેઠ જયશ્રીબેનના પતિને ચડાવતા હતા અને મારઝૂડ કરાવતા હતા. જયશ્રીબહેને એમના નણંદની ચણિયાચોળી તેમના જેઠની સગાઈના પ્રસંગમાં પહેરવા બાબતે તેમના પતિ સાથે બોલાચાલી થઇ હતી. 


GUJARAT CORONA UPDATE: નવા 890 કોરોના દર્દી, 1002 સાજા થયા, 07 દર્દીઓનાં કોરોનાને કારણે મોત


જેને લઇને તેમના પતિએ તેમને માર માર્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ એવા પતિએ જયશ્રી બેનને કહ્યું હતું કે "તું સાચા બાપની હોય તો એ એસિડ પી લે", જેથી જયશ્રી બેનને આ વાતનું મનમાં લાગી આવતા તેઓએ બાથરૂમમાં પડેલ એસિડની બોટલ માંથી એક ઘૂંટડો જેટલું એસિડ પી ગયા હતા. બાદમાં પોતાએ એસિડ પીધું છે તેવું જયશ્રીબહેને તેમના પતિના કહેતાં તેમનો પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને રૂમમાં બેડ પર બેસાડીને ફેંટો મારી હતી. હાલ ફરીયાદી મહિલાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બીજી તરફ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કોન્સ્ટેબલ અને તેના પરિવારજનો સામે તપાસ શરૂ કરી છે. આગામી સમયમાં આ કોન્સ્ટેબલની ખાતાકીય કાર્યવાહી પણ કરાશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube