અમદાવાદની સિટી ગોલ્ડ થિયેટરમાં પગાર લેવા ગયેલા કર્મચારીને મળ્યું મોત !

આશ્રમરોડ પર આવેલી સીટી ગોલ્ડ સિનેમાના ભોંયરામાં લિફ્ટ નીચેથી પૂર્વ કર્મચારીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. મૂળ બાલાસિનોરનો રહેવાસી શૈલેષ ઠાકોર સીટી ગોલ્ડ સિનેમામાં સ્વિપર તરીકે કામ કરતો હતો. જોકે તેને ડિસેમ્બર મહિનામાં નોકરીમાંથી છુટો કરવામાં આવ્યો હતો. અને તે નવેમ્બર મહિનાનો પગાર લેવા માટે ૨૨ ડિસેમ્બરે સિનેમાગૃહો પર આવ્યો હતો.

અમદાવાદની સિટી ગોલ્ડ થિયેટરમાં પગાર લેવા ગયેલા કર્મચારીને મળ્યું મોત !

મૌલિક ધામેચા/અમદાવાદ : આશ્રમરોડ પર આવેલી સીટી ગોલ્ડ સિનેમાના ભોંયરામાં લિફ્ટ નીચેથી પૂર્વ કર્મચારીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. મૂળ બાલાસિનોરનો રહેવાસી શૈલેષ ઠાકોર સીટી ગોલ્ડ સિનેમામાં સ્વિપર તરીકે કામ કરતો હતો. જોકે તેને ડિસેમ્બર મહિનામાં નોકરીમાંથી છુટો કરવામાં આવ્યો હતો. અને તે નવેમ્બર મહિનાનો પગાર લેવા માટે ૨૨ ડિસેમ્બરે સિનેમાગૃહો પર આવ્યો હતો.

જોકે શેઠ હાજર ન હોવાથી તેને પગાર આપવામાં આવ્યો ન હતો અને ત્યારબાદ તે ગુમ હતો. જોકે આજે અચાનક જ સીટી ગોલ્ડ સિનેમાના ભોંયરામાંથી દુર્ગંધ મારતા સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ત્યારે શૈલેષ ઠાકોરનો મૃતદેહ લિફ્ટના નીચેના ભાગેથી મળી આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ નવરંગપુરા પોલીસની કરતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. હાલમાં આકસ્મિક મોત અંગેની ફરિયાદ દાખલ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી ને વધુ તપાસ શરૂ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને સીસીટીવી અને શૈલેષ ઠાકોરની કોલ ડિટેઇલ સહિતની વસ્તુઓ મેળવવા માટેની કામગીરી ચાલુ કરી દીધી છે. જો કે આ હત્યા છે કે આત્મહત્યા તે સૌથી મોટો સવાલ છે. જો હત્યા છે તો કોઇ વ્યક્તિ મૃતદેહને લિફ્ટની નીચેના ભોંયરામાં કઇ રીતે નાખી શકે? જો આત્મહત્યા છે તો કોઇ વ્યક્તિ લિફ્ટની નીચેના ભોંયરામાં કઇ રીતે જઇ શકે વગેરે જેવી બાબતો પર અનેક તર્ક વિતર્કો ચાલી રહ્યા છે. હાલ તો પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડીને કોલ ડિટેઇલ અને સીસીટીવી જેવી બાબતોની તપાસ આરંભી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news