ઝી બ્યુરો/સુરત: સુરત શહેરમાં ફરી સરકારી કર્મચારીઓ લાંચ લેતા સંકજામાં આવી ગયા છે. હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેણે સાંભળીને તમે ચોંકી જશો. સુરત શહેરમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર વતી વચેટિયો રૂપિયા 10 લાખની લાંચ લેતા ઝડપાયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદી આવતી કાલે ગુજરાતને આપશે ત્રીજી વંદે ભારત ટ્રેનની ભેટ, આ સ્થળોએ અપાયુ સ્ટોપેજ


સુરતના ઉતરાણ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી કે ચોસલા અન્ય બે સાગરિત સાથે લાંચના છટકામાં સપડાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સામાન્ય અરજીના સાહેદને ખોટા કેસમાં ફીટ કરવાની ધમકી આપીને રૂપિયા 10 લાખ માગ્યા હતા અને છેવટે એસીબીના હાથે ઝડપાયા હતા.


આ ઘટના કાળજું કંપાવી દેશે! વાપીમાં મચ્છર મારવાના ધુમાડાથી પરિવાર ગૂંગળાઈ ગયો, પછી...


ઉલ્લેખનીય છે કે, ગઈકાલે (શુક્રવાર) ગાંધીનગરથી એક નકલી કલેક્ટર ઝડપાયો હતો. હું કલેક્ટર છું, અને બદલી કરાવી દઈશ, પોલીસને સસ્પેન્ડ કરાવી દઈશની ધમકી આપતા આરોપીની ગાંધીનગર પોલીસે કાયદાકીય પાઠ ભણાવ્યો હતો. આરોપીએ પોલીસ સ્ટેશનમાં ફોન કરીને બદલી કરવા જણાવ્યું હતું. આરોપી અગાઉ પણ આવી રીતે અનેકવાર ફોન કરી ચુક્યો હતો. રાજ્ય સેવક તરીકે ખોટી ઓળખ આપવા બદલ ગાંધીનગર પોલીસે હાલ ગુનો નોંધ્યો હતો. 


CMના હસ્તે ખેલમહાકુંભ 2.0 નું કર્ટેન રેઝર; આજથી રજિસ્ટ્રેશન શરૂ, 45 કરોડના ઇનામો અપા


મહત્વનું છે કે, ગાંધીનગરમાંથી પોલીસના હાથે ઝડપાયેલા નકલી કલેક્ટરનું નામ જનક પંડ્યા હતું અને પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. ડ્રાઈવિંગનો ધંધો કરતો જનક મહિલા પોલીસ મથકમાં પોલીસને ફોન કરતો હોવાનું સામે આવ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે આરોપીના પિતા અગાઉ પોલીસમાં હતા. જ્યારે બહેન પણ પોલીસમાં નોકરી કરે છે.