PM મોદી આવતી કાલે ગુજરાતને આપશે ત્રીજી વંદે ભારત ટ્રેનની ભેટ, આ સ્થળોએ અપાયું છે સ્ટોપેજ
જામનગરથી અમદાવાદ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડશે. જેમાં સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર અને રાજકોટ પર સ્ટોપેજ અપાયું છે. વડાપ્રધાન મોદીએ આ તમામ ટ્રેનને વર્ચ્યુઅલી ગ્રીન સિગ્નલ આપીને રવાના કરશે.
Trending Photos
Vande Bharat Train: 24 સપ્ટેમ્બરે દેશને એકસાથે 9 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ મળશે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે ગુજરાતને ત્રીજી વંદે ભારત ટ્રેનની ભેટ આપશે. જામનગરથી અમદાવાદ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડશે. જેમાં સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર અને રાજકોટ પર સ્ટોપેજ અપાયું છે. વડાપ્રધાન મોદીએ આ તમામ ટ્રેનને વર્ચ્યુઅલી ગ્રીન સિગ્નલ આપીને રવાના કરશે. આ 9 વંદે ભારત સંચાલિત થયા બાદ દેશમાં વંદે ભારત ટ્રેનની સંખ્યા 33 પર પહોંચી જશે.
આવતીકાલે (24 સપ્ટેમ્બર) પ્રધાનમંત્રી નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ફ્લેગ ઓફ કરશે. આ ટ્રેન સાબરમતી, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર અને રાજકોટ સ્ટેશન પર ઉભી રહેશે. ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ છે. રેલવે લગભગ બે મહિના બાદ વંદે ભારતનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યું છે.
હવે આ રૂટ પર દોડશે ટ્રેન
24 સપ્ટેમ્બરે દોડનારી વંદે ભારત ઉદયપુર-જયપુર, પટના-હાવડા, રાંચી-હાવડા, રાઉરકેલા-ભુવનેશ્વર-પુરી, હૈદરાબાદ-બેંગલુરુ, વિજયવાડા-ચેન્નઈ, તિરુનેલવેલી-મદુરાઈ-ચેન્નઈ અને કાસરગોડ વચ્ચે નવ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો શરૂ થશે.
24 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી આ તમામ ટ્રેનને ગ્રીન સિગ્નલ આપીને રવાના કરાવશે. આ 9 વંદે ભારતમાં નવા સ્વરુપવાળી વંદે ભારત એટલે કે ઓરેન્જ રંગની ટ્રેન પણ સામેલ છે. પહેલી વખત નવા ક્લેવારવાળી વંદે ભારત કાસરગોડથી ત્રિવેન્દ્રમ વચ્ચે ચલાવવામાં આવી શકે છે. આ ઉપરાંત આઠ વંદેભારત બ્લૂ રંગની હશે.
આ રૂટ પર ચાલી રહી છે ટ્રેન
દેશની પહેલી વંદે ભારત ટ્રેન નવી દિલ્હીથી વારાણસી વચ્ચે દોડી હતી. આ ટ્રેન ફેબ્રુઆરી 2019માં શરુ કરાઈ. તો બીજી ટ્રેન પણ ધાર્મિક નગરી સાથે જોડવામાં આવી હતી. આ ટ્રેન નવી દિલ્હીથી વૈષ્ણો દેવી કટરા વચ્ચે શરુ થઈ. ત્રીજી ટ્રેન ગાંધીનગરથી મુંબઈ વચ્ચે શરુ કરાઈ હતી. જે બાદ ચોથી ટ્રેન નવી દિલ્હીથી અંબ અંદૌરા સ્ટેશન હિમાચલ વચ્ચે શરુ થઈ.
પાંચમી વંદે ભારતને ચેન્નાઈથી મૈસૂર વચ્ચે શરુ કરવામાં આવી. છઠ્ઠી વંદે ભારત નાગપુરથી બિલાસપુર વચ્ચે, સાતમી ટ્રેન હાવડાથી ન્યૂ જલપાઈગુડી, આઠમી વંદે ભારત સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમ વચ્ચે, નવમી મુંબઈથી સોલાપુર વચ્ચે શરુ કરાઈ હતી. જ્યારે 10મી મુંબઈથી શિરડી, 11મી રાની કમલાપતિ સ્ટેશન ભોપાલથી નિઝામુદ્દીન, 12મી સિકંદરાબાદથી તિરુપતિ, 13મી ટ્રેન ચેન્નાઈથી કોયંબતૂર, 14મી ટ્રેન દિલ્હીથી અજમેર, 15મી ટ્રેન તિરુવનંતપુરમથી કાસરગોડ, 16મી વંદે ભારત ભુવનેશ્વરથી હાવડા, 17મી ટ્રેન દિલ્હીથી દેહરાદૂન, 18મી ટ્રેન ન્યૂ જલપાઈગુડીથી ગૌહાટી વચ્ચે શરુ થઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે