ઝી બ્યુરો/સુરત: પ્રાકૃતિક ખેતી કરી લખપતિ બની શકાય? જવાબ છે હા...સુરતના બલેઠી ગામના ખેડૂત વાલજીભાઈ ચૌધરીએ ચીલાચાલુ ખેતી છોડીને 2018માં એક ગાયની મદદથી પ્રાકૃતિક ખેતીની શરુ કરી. તેમણે જંગલ મોડલ પદ્ધતિથી બે એકરમાં 20 થી 25 પાકોનું વાવેતર કર્યું. આજે અનાજ, કઠોળ  અને શાકભાજીની આવકમાંથી તેઓ મહિને દાડે લાખ રુપિયાની આવક મેળવે છે. વાલજીભાઈ કહે છે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ખર્ચ નહિવત છે અને જમીનની ભેજ સંગ્રહશક્તિમાં વૃદ્ધિ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દમણના દરિયા કિનારે જાહેરમાં સેક્સ કરતો કપલના VIDEO વાયરલ! ચારેય તરફ થઈ રહી છે ચર્ચા


ગોબર અને ગૌ મુત્રથી જીવામૃત, ધનજીવામૃત બનાવી, ઉપયોગ કરી ખેતરમાં વાપરુ છું. મારા ખેતરમાં મેં વિવિધ પ્રકારના ફ્રુટ, આંબા રોપેલા છે. મિશ્ર પાક કરું છું. સરકાર તરફથી મને ગાયના નિભાવ ખર્ચ પેટે મહિને 900 રુપિયા મળે છે. દરેક શાકભાજી મારા મોડલ ફાર્મમાં છે. દર મહિને હું વેચાણ વ્યવસ્થા કરું છું. મહિનામાં રૂ.70 હજારથી લઈને લાખ રુપિયાની આવક થાય છે. અમારા પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ. આ રીતે અમારી આવક બમણી થાય છે.


આગામી 10 વર્ષ સુધી આ રાશિઓ પર રહેશે શનિની ખરાબ નજર! શું સાડેસાતી વાળશે સત્યાનાશ?


આમ, વાલજીભાઈ જેવા નાના પરંતુ પ્રગતિશીલ ખેડૂતો રાજ્ય સરકારની ગાય નિભાવ સહાય જેવી યોજનાઓ થકી પોતાની ખેતી તો સમૃદ્ધ કરે છે, સાથે-સાથે જીવ-સૃષ્ટિને પણ સમૃદ્ધ કરે છે.


નીટ કૌભાંડ અંગે સૌથી મોટો ધડાકો, જાણો આ પરીક્ષા અંગે તમારા બધા તમામ સવાલોના જવાબ