અમરેલી/કેતન બગડા: ભારત દેશ ખેતીપ્રધાન દેશ છે અનેક ખેડૂતો અવનવી ખેતી કરતા હોય છે ત્યારે અમરેલી જિલ્લો પણ ખેતી પર નભે છે. અમરેલી જિલ્લાના વડીયા તાલુકા વિસ્તારના એક પ્રગતિશીલ ખેડૂતે 100 વીઘામાં ટમેટાનું વાવેતર કર્યું છે. એક વીઘામાં 200 થી 600 મણ ટમેટાનો ઉતારો આવે છે. ટમેટાની ખેતીમાં ખર્ચ પણ ઓછો થાય છે ત્યારે આ પ્રગતિશીલ ખેડૂતે ટામેટાની ખેતી કરીને લાખો રૂપિયાનું વેચાણ કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડૂતો હવે ભંગાર પડેલા ટ્રેક્ટરને કરાવી શકશે EV, ખાસિયતો જાણીને તાત્કાલિક લેવા દોડશો


આ ખેડૂત પાસેથી વેપારીઓ તેમજ સોસ બનાવતી કંપની તેમજ ટમેટાના પાવડર બનાવતી કંપનીઓ પણ ડાયરેક્ટ ખરીદી કરે છે. ટમેટાની ખેતી લાગે સામાન્ય પરંતુ વડીયા તાલુકાના આ ખેડૂતે ટમેટાની ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરી છે. ટમેટાનો ભાવ ઉપર નીચે થાય છે. પરંતુ વડીયા તાલુકાના આ પ્રગતિશીલ ખેડૂતના બધા જ ટમેટા મોટા વેપારીઓ તેમજ ખાનગી કંપનીના વેપારીઓ લઈ જાય છે.


પાટીદાર ખેડૂતે ગજબનું દિમાગ દોડાવ્યું, સાબિત કર્યું કે ધંધો તો ગુજરાતીના લોહીમાં વહે


આજના યુગમાં ખેડૂતો પણ આદરણીય ખેતી ઉપર વળ્યા છે. ખેડૂતો અલગ અલગ પાક લઈને ખેતીમાં વિશેષ નામ બનાવી રહ્યા છે. ત્યારે વડીયા ગામની સીમ વિસ્તારમાં આવેલ 100 વીઘા ખેતરમાં ઉમેદભાઈ નામના ખેડૂતે ટામેટાનું બમ્પર ઉત્પાદન લઈ રહ્યા છે. ટમેટાના ભાવમાં ભલે ચડ ઉતર થાય, પરંતુ ઉમેદભાઈના ટમેટા અમરેલી જિલ્લા બહાર અને મોટી મોટી કંપનીના વેપારીઓ તેમની પાસેથી ખરીદી કરે છે. 


CA Foundation: હવે અમદાવાદથી વધુ વિદ્યાર્થીઓ બનશે CA, સમગ્ર દેશમાં શાનદાર પ્રદર્શન


100 વીઘા જમીનમાં ઉમેદભાઈ છેલ્લા દસ વર્ષથી માત્ર ટમેટાનું જ ઉત્પાદન લે છે. ઉમેદભાઈને આ ટમેટા કાંઈ બહાર વેચવા જવા પડતા નથી. વેપારીઓ અને મોટી કંપનીઓ ડાયરેક્ટ તેમની પાસેથી જ ખરીદી કરે છે. આ ટમેટાનો ઉપયોગ વેપારીઓ સોસ બનાવવામાં અને ટમેટાનો પાવડર બનાવવામાં ઉપયોગ માટે લઈ જાય છે. વિદેશમાં ટમેટાના પાવડરની ડિમાન્ડ હોવાથી કંપનીઓ ડાયરેક્ટ ઉમેદભાઈ પાસેથી જ ટમેટાની ખરીદી કરે છે.


'આઈ લવ યુ મમ્મી પપ્પા બહેન...મારું તમારું આટલું જ લખ્યું હતું, હવે ચિંતા ના કરતા...'


ખેડૂતો પહેલાના સમયની જેમ પરંપરાગત ખેતીને વળગી રહીને એક જ પદ્ધતિથી ખેતી કરતા હોય છે. પરંતુ આજના આધુનિક યુગમાં ખેડૂત પણ આધુનિક ટેકનોલોજીથી ખેતી કરતો થઈ ગયો છે. અવનવા પ્રયોગો કરીને ખેતીમાં ઓછા ખર્ચે અને ઓછા સમયે માબલક પાક પકવતા થઈ ગયા છે. આ આધુનિક ખેતીનો ઉત્તમ ઉદાહરણ વડિયાના ઉમેદભાઈ બસીયા છે કે જેઓ માત્ર ટમેટાની ખેતી કરીને લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. ઉમેદભાઈ તો 100 વીઘા જમીનમાં માત્ર ટમેટાનું વાવેતર કરે છે અને મબલક પાક મેળવે છે. 


ખેડૂતો હવે ભંગાર પડેલા ટ્રેક્ટરને કરાવી શકશે EV, ખાસિયતો જાણીને તાત્કાલિક લેવા દોડશો


ઉમેદભાઈ ટમેટામાં મબલક કમાણી તો કરે જ છે, પરંતુ સો જેટલા મજૂરોને રોજી રોટી પણ પૂરી પાડે છે. છેલ્લા દસ વર્ષથી આ સિલસિલો ઉમેદભાઈ દ્વારા શરૂ છે. સારી કમાણી તો ઉમેદભાઈ કરે જ છે. પરંતુ 100 લોકોને ગુજરાન પણ ચલાવે છે. પહેલાના સમયમાં ખેડૂતો માત્ર કપાસ ઘઉં,મગફળી,ચણા વગેરે જાણસોનું વાવેતર કરતા હતા. પરંતુ સમય બદલાતા ખેડૂતો પણ આધુનિક ખેતી તરફ વળ્યા છે અને ઓછા ખર્ચમાં અને ટૂંકા સમયમાં માબલક પાક લઈને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.