મૌલિક ધામેચા/અમદાવાદ: રાજ્યમાં ભણતરના ભારથી કંટાળી અનેક યુવક-યુવતીઓ આત્મહત્યાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે, ત્યારે વધુ એક આશા સ્પદ યુવકે આત્મહત્યા કરી લીધી છે. પંચવટી પાસે પીજીમાં રહેતા યુવકે ફ્લેટના છઠ્ઠા માળેથી ઝંપલાવી મોત વહાલું કરતા યુનિવર્સિટી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સાથે જ યુવકે લખેલી અલગ અલગ સુસાઇડ નોટ કબ્જે કરી છે. જેમાં આત્મહત્યાના મૂળ સુધી પહોંચવા કાર્યવાહી શરૂ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BIG NEWS: તલાટી પરીક્ષાને લઈને મહત્વપૂર્ણ સમાચાર, જાણો ક્યારથી ડાઉનલોડ થશે કોલ લેટર


અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટીના આર્કિટેક ફેકલ્ટીમાં છેલ્લા સેમિસ્ટરમાં અભ્યાસ કરતા શિવ મિસ્ત્રી એ ભણતરના ભારથી કંટાળી આત્મહત્યા કરી છે. મૂળ વડોદરાનો અને અમદાવાદમાં રહીને અભ્યાસ કરતા યુવકે પંચવટી પાસે આવેલા ધ્રુવીન એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી કૂદકો મારી મોત વહાલું કર્યું છે. જે અંગે યુનિવર્સિટી પોલીસને માહિતી મળતા તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં યુવકે અલગ અલગ સુસાઇડ નોટ લખી હોવાનું પણ સામે આવ્યું છે.


સુદાનમાં ફસાયેલા 38 ગુજરાતીઓ મામલે મોટા સમાચાર, હર્ષ સંઘવીએ આપ્યું મોટું નિવેદન


મૃતક શિવ મિસ્ત્રીના ધ્રુવીન એપાર્ટમેન્ટના 12 નંબરના મકાનમાં ઘરની તપાસ કરતા પોલીસને સુસાઇડ નોટ મળી હતી. જેમાં માતા-પિતા , મિત્ર અને પોતાની મહિલા મિત્રને પણ એક નોટ લખ્યું હોવાનું સામે આવ્યું છે. જે સુસાઇડ નોટ કબજે કરી FSL ખાતે મોકલવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. સાથે જ મૃતક શિવના શરીર પર રહેલા સેડ ઈમોજી ટેટુ અંગે પણ તપાસ થઈ રહી છે.જેથી ક્યા કારણોસર વિદ્યાર્થીએ આત્મહત્યા કરી તે જાણી શકાય.


ગુજરાતમાં મુકાયું કોન્ડોમ વેન્ડિંગ મશીન! QR કોડ સ્કેન કરી મનપસંદ ફ્લેવરની ખરીદી કરો